________________
૧.
[ નિપ્રયોજન અધિક મુસાફરી પણ એક પ્રકારનો રોગ છે. નિયમિત કરેલા. ક્ષેત્ર સિવાયના ચૌદ રાજલોકમાં જવા-આવવાનું બંધ થવાથી તેને લગતા દોષો લાગતા નથી અને ઘણા ત્ર-સ્થાવર જીવોને અભયદાન અપાય છે. લોભરૂપી સમુદ્રની મર્યાદા થાય છે. મનની વૃત્તિ સંતોષી અને આત્માભિમુખ રહે છે. આ જાણીને શકય એટલું બાહ્ય દિશાગમન નિવારવું અને જ્ઞાન આદિ ઉપયોગે આત્માની અત્યંતર દિશામાં વિચરવાનું વધારે લક્ષ્ય રાખવું.
( અતિચાર ઊર્ધ્વદિક્પરિમાણાતિક્રમ - અનાભોગ આદિથી મર્યાદા કરતાં વધારે ઊંચે જવું તે. અધોદિફપરિમાણાતિક્રમ - અનાભોગ આદિથી મર્યાદા કરતાં વધારે નીચે જવું તે. તિર્યગદિક્પરિમાણાતિક્રમ - અનાભોગ આદિથી મર્યાદા કરતાં વધારે દિશા-વિદિશામાં જવું તે. ક્ષેત્રવૃદ્ધિ - એક દિશામાં ખાસ કામને અંગે પ્રમાણ કરતાં વધારે જવું પડે તેમ હોય ત્યારે ધારેલી એક દિશાનું પ્રમાણ ઘટાડીને બીજી
દિશાનું પ્રમાણ સ્વેચ્છાએ વધારવું તે. ૫. સ્મૃતિઅંતર્ધાન - રાખેલું પ્રમાણ ભૂલી જવું અને શંકા થવા છતાં
પણ મર્યાદાથી વધુ આગળ જવું તે. આ વ્રતના આ અતિચારોનો ત્યાગ કરવો.
(વિશેષ નોંધ)
3.
૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org