Book Title: Shravakna Bar Vratona Vikalpo
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 72
________________ પ્રમુખનો કાળ વીસ દિવસનો છે. ૧૫ દિવસ- અષાઢ સુદ ૧૫ થી કારતર સુદ ૧૪ સુધી ચોમાસામાં સુખડી પ્રમુખનો કાળ પંદર દિવસનો છે. યુગપ્રધાન શ્રી કાલિકાચાર્ય મહારાજે જયારથી ભાદરવા સુદ ૫ ની સંવત્સરીનું પરિવર્તન ભાદરવા સુદ ૪ નું કર્યું, ત્યારથી કારતક સુદ ૧૫ આદિની ચોમાસીનું પરિવર્તન પણ કારતક સુદ ૧૪ આદિમાં થયેલું છે તે ભૂલવું ન જોઇએ. એટલે હવે આપણાં સીમાચિહનો પાંચમ અને પૂર્ણિમા નથી રહ્યાં, કિન્તુ ચોથ અને ચૌદસ રહેલાં છે. ઉપર જે કાળ જણાવ્યો છે તે કાળ પૂરો થતાં સુખડી પ્રમુખ ચલિત રસ થાય છે અને તેથી અભક્ષ્યા બને છે. જો તેના વર્ણ-ગંધાદિ વહેલા ફરી જાય, તો કાળ પૂરો થયા પહેલાં પણ તે અભક્ષ્ય બની જાય છે. પાણીનો કાળ ૪ પ્રહર - કારતક સુદ ૧૫ થી ફાગણ સુદ ૧૪ સુધી શિયાળામાં ત્રણ ઉકાળાથી પરિપૂર્ણ ઉકાળેલા પાણીનો કાળ ચાર પ્રહરનો છે. પપ્રહર - ફાગણ સુદ ૧૫ થી અષાઢ સુદ ૧૪ સુધી માં ઉનાળામાં ઉક્ત રીતિએ ઉકાળેલા પાણીનો કાળ પાંચ પ્રહરનો છે. ૩ પ્રહર - અષાઢ સુદ ૧૫ થી કારતર સુદ ૧૪ સુધી ચોમાસામાં ઉકત રીતિએ ઉકાળેલા પાણીનો કાળ ત્રણ પ્રહરનો છે. - પાણીનો આ કાળ પૂરો થાય તે પહેલાં, પાણીમાં ચૂનો વગેરે નાખવાનો ઉપયોગ રાખવો જોઇએ. તેમાં જો પ્રમાદ થાય તો આલોયણા લેવાની આવે છે. પ્રમાણયુક્ત ચૂનો નાખ્યા પછી પાણી ૨૪) પ્રહર સુધી અચિત્ત રહી શકે છે. કાચા પાણીમાં ગોળ, સાકર પ્રમુખ દ્રવ્યો ભેળવવાથી પણ બે ઘડી પછી તે અચિત્ત થાય છે. પણ પ્રમાણમાં તે વસ્તુઓ બરાબર ભેળવેલી હોવી જોઇએ. આ દ્રવ્યોથી પણ પરિણત-અચિત્ત થયેલા પાણીનો કાળ ઉપર કહ્યા પ્રમાણે જ છે. (જુઓ, પૂ. સ્વ. પરમગુરૂ આ. શ્રી ૬૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74