Book Title: Shravakna Bar Vratona Vikalpo
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

Previous | Next

Page 55
________________ ૧૬. ૧૩, પૌષધમાં દેશકથા કરવી. ૧૪. પૌષધમાં પૂંજયા કે જોયા વિના લઘુનીતિ (મૂત્ર)- વડીનીતિ | (ઝાડો) પરઠવવા. ૧૫. પૌષધમાં બીજાની નિંદા કરવી. પૌષધમાં માતા, પિતા, ભાઇ, સ્ત્રી, વગેરે સંબંધીઓ સાથે | વાર્તાલાપ કરવો. ૧૭. પૌષધમાં ચોરની કથા કરવી. ૧૮. પૌષધમાં સ્ત્રીનાં અંગોપાંગ નીરખીને જોવાં. ઉપરના દોષો પૌષધમાં જરૂર ટાળવા પ્રયત્ન કરવો તેમજ તેમાંથી જેટલા દોષો ત્યજાય તેટલા ત્યજવા અને જે કોઇ દોષો લાગે તેને સારા જાણવા નહિ. પૌષધવ્રતના આ પાંચ અતિચારો પણ ટાળવા. વાસક્ષેપ પૂજા | કરીને પૌષધ લેવાનું પ્રતિમાઘર શ્રાવક માટે આવશ્યક છે. બીજાઓ પૂજા કર્યા વિના પણ તે લઇ શકે છે, જેથી સવારે પ્રતિક્રમણ સાથે વહેલો પૌષધ લેવો જોઇએ. ( ધ્યેય ] ધર્મના પોષને (પુષ્ટિને) ધ એટલે ધારણ કરે તે પૌષધ. શાસ્ત્રમાં સર્વવિરતિનો અપરંપાર મહિમા ગાતાં જણાવ્યું છે કે ભાવ વિરતિધરની બે ઘડીની આરાધના પાસે ભાવશ્રાવક (આનંદ શ્રાવક, કામદેવ શ્રાવક કે પુણિયા શ્રાવક)ની આખી જીંદગીની આરાધનાની પણ તુલના ન કરી શકાય, તેનું કારણ શું? વિરતિ એ મોક્ષનો શુદ્ધભાવ છે. તેના રસાસ્વાદ પાસે ઇન્દ્રો કે ચક્રવર્તીનાં સુખો પણ સાવ તુચ્છ છે. એવી આ સર્વવિરતિના કણિયાનો આંશિક રસાસ્વાદ (સેમ્પલ) ચખાડવા ભગવાને સંસારમાં અતિવ્યસ્ત એવા રાજા-મહારાજાઓને પણ સરળ એવું આ પૌષધવ્રત બતાવેલ છે, જે તમે દુનિયામાં દીવો લઇને ગોતવા જાવ તો પણ મળવું અશકય છે. આ વ્રતથી શ્રાવકો ઘણા અંશે સાધુપણાની નજીક આવી થોકબંધ કર્મની નિર્જરાપૂર્વક પુણ્યનો સંચય કરી પોતાનો મોક્ષ સુનિશ્ચિત કરી શકે ४८ રી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74