Book Title: Shravakna Bar Vratona Vikalpo
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 64
________________ કુટુંબનિર્વાહ માટે ઘણું ધન પણ આપતા હતા. વળી તેમણે સાધર્મિકોને ધર્મક્રિયાઓ કરવા માટે પૌષધશાળાઓ પણ બંધાવી હતી. પારણાને દિવસે તેઓ શ્રી ત્રિભુવનપાલ વિહારમાં સ્નાત્ર અવસરે ભેગા થયેલા સર્વ સાધર્મિકોને સાથે જમાડીને જમતા હતા. ભોજન સમયે તેઓ ઢોલ વગડાવીને અનુકમ્પા-યા-દાનની પ્રવૃત્તિ પણ સેવતા હતા. દીન, દુ:ખી, દુઃસ્થિત, અનાથ, ભૂખ્યા, સૌ યાચકોને ભોજન અપાવીને તથા સર્વ રાજદ્વારો અને જવા-આવવાના માર્ગો ખૂલ્લા રખાવીને, તેઓ ધર્મયુકતા ભોજન કરતા હતા. ધર્માત્મા શ્રી કુમારપાલ મહારાજાના સદ્વ્યયો (૧) પંચમકાલના કલ્પતરુ સમાન આ રાજવીએ ચૌદસો નવીન ભવ્ય જિનમંદિરો બંધાવ્યાં હતાં, શ્રી ત્રિભુવનપાલ વિહાર બંધાવવામાં ૯૬) ક્રોડ દ્રવ્યનો વ્યય કર્યો હતો અને સેંકડો શ્રી જિનપ્રતિમાઓ પણ ભરાવી હતી, જેમાં અનેક સોના, એક અને રત્નોની પણ કરાવી હતી. અંજનશલાકા-પ્રતિષ્ઠાના મહોત્સવો પણ તેમણે ઘણા કર્યા હતા. તેમણે સોલ હજાર જિર્ણોદ્ધાર કરાવ્યા હતા. (જુઓ, શ્રી કુમારપાલ પ્રબંધ પ્ર. ૯૬/૧) તેમણે પોતાના તાબાના રાજાઓ પાસે પણ તેમના દેશોમાં શ્રી જિનમંદિરો બંધાવ્યાં હતાં. તેમણે એકવીસ જ્ઞાનભંડારો કરાવ્યા હતા; ૧૧ અંગ, ૧૨ ઉપાંગાદિ સિદ્ધાન્તોની એક એક પ્રતિ, શ્રી ત્રિષષ્ટિશલાકાપુરૂષ-ચરિત્ર, યોગશાસ્ત્ર તથા વીતરાગસ્તોત્રાદિ શાસ્ત્રોની પ્રતિઓ સુવર્ણાક્ષરે લખાવી હતી અને પૂજય ગુરુ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા જે ગ્રન્થો બનાવે તે લખાવવાનો અભિગ્રહ કર્યો હતો. ૭૦૦ લહીયાઓ રાખીને તેઓ લેખનકાર્ય કરાવતા હતા. લખતાં લખતાં તાડપત્રો જયારે ખૂટ્યાં ત્યારે ઉપવાસનું પચ્ચખાણ કરીને શ્રી કુમારપાલે પોતાના બગીચામાં ખરતાડોને હસ્તસ્પર્શ કરીને આભૂષણ પહેરાવ્યાં. તેઓની આ અડગ ધર્મશ્રદ્ધાના મહિમાથી બીજી સવારે તે સઘળાં શ્રી તાડવૃક્ષ બની ગયાં હતાં, અને એથી તાડપત્ર ઉપરનું લખાણ ચાલુ રખાવ્યું હતું. પ૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74