Book Title: Shravakna Bar Vratona Vikalpo Author(s): Yugbhushanvijay Publisher: Gitarth GangaPage 63
________________ હોવા છતાં, પ્રમાદ, ક્રીડા, હાસ્યોપચાર, શરીરશૃંગાર, વિકથા વગેરે અનર્થદંડોનો ત્યાગ કરી ધર્મધ્યાન રૂપી અમૃતસાગરમાં મગ્ન બન્યા હતા. (૯) સામાયિકવ્રત - આ વ્રતમાં શ્રી કુમારપાલે હંમેશાં બે સામાયિક અને ઉભય ટંક આવશ્યક કરવાનો નિયમ રાખ્યો હતો. સામાયિકમાં તેઓ પૂજય ગુરમહારાજ સિવાય અન્ય સાથે બોલતા ન હતા. પાછલી રાત્રિએ સામાયિક લઇને તેઓ શ્રી યોગશાસ્ત્ર અને શ્રી વીતરાગસ્તોત્રનો પાઠ કરતા હતા. સામાયિકમાં તેઓ પડિલેહેલ વસ્ત્ર વગેરે વિધિનો ઉપયોગ કરતા હતા. (૧૦) દેશાવગાશિકવ્રત - આ વ્રતમાં શ્રી કુમારપાલ મહારાજા રાત્રિએ પોતાના મકાનમાંથી બહાર જતા ન હતા અને દિવસે પણ શ્રી જિનમંદિર તથા ઉપાશ્રયગમન સિવાય તેમણે રાજપાટ વગેરેનો ત્યાગ કર્યો હતો. (૧૧) પૌષધવ્રત - આ વ્રતમાં આ ધર્માત્મા મહારાજાએ સર્વ પર્વદિવસોએ પૌષધ કરવાનો નિયમ કર્યો હતો. પૌષધમાં તેઓ ઉપવાસનો તપ કરતા હતા, રાત્રિએ સૂતા ન હતા, શ્રી ગુરુમહારાજની વૈયાવચ્ચ કરતા હતા, પૂંજયા વિના ચાલતા ન હતા અને ઊઘાડા મુખે બોલતા ન હતા. પ્રાય: આખી રાત્રિ તેઓ ઊભા ઊભા કાઉસ્સગ્ગ કરતા હતા અને અશક્તિએ દર્ભાસને બેસી પ્રાણાયામ ધ્યાન કરતા હતા. (૧૨) અતિથિસંવિભાગવ્રત - આ વ્રતમાં ‘રાજપિંડ સાધુને કલ્પ નહિ.” આ કારણથી પુણ્યાત્મા શ્રી કુમારપાલ મહારાજાએ શ્રી ભરત મહારાજાની માફક સાધર્મિકભક્તિ કરવાનો નિયમ સ્વીકાર્યો હતો. તેમણે પોતાના રાજયમાં શ્રાવકો ઉપર લેવાતો ૭૨) લાખ દ્રવ્યપ્રમાણનો કર લેવો છોડી દીધો હતો. તેઓ સીદાતા સાધર્મિકોને રોજ એક હજાર સોનૈયાનું રોકડ ભક્તિઘન કરતા હતા. તે ઉપરાંત તેમણે દાનશાળાઓ કરાવી હતી, જ્યાં તેઓ સાધર્મિકોને ખૂબ સન્માનપૂર્વક ભક્તિથી ઘેબર આદિ ઉત્તમ 1 ભોજનો જમાડતા હતા, વસ્ત્રાદિની પ્રશસ્ત પહેરામણીઓ કરતા હતા અને છે પs Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74