Book Title: Shravakna Bar Vratona Vikalpo Author(s): Yugbhushanvijay Publisher: Gitarth GangaPage 69
________________ આદાન-ભંડ-મત્ત-નિક્ષેપણા સમિતિ- પાત્ર પ્રમુખ વસ્તુ જોઇને ઉપયોગથી પૂંજી -પ્રમાજી લેવી - મૂકવી અને પૂં જી -પ્રમાજી બેસવું ઊઠવું. પારિષ્ઠાપનિકા-સમિતિ - ઘૂંક, સ્લેમ, થંડિલ, માત્ર વગેરે નીચે જગ્યા જોઇને ઉપયોગથી પરઠવવું. મનોગતિ - મનમાં ખોટા વિચારો ન કરવા, સારા કુશલ વિચારો કરવા. વચનગુપ્તિ – ખરાબ-અકુશલ વચન ન બોલવાં, સારાં કુશલા વચન બોલવાં. કાયગુપ્તિ - કાયાથી અકુશલ-ખરાબ ક્રિયા ન કરવી, કુશલ-સારી ક્રિયા કરવી. આ આઠથી વિપરીત વર્તવું તેનું નામ ચારિત્રાચારના આઠ અતિચારો છે, તે ન સેવવા. ૪-તપાચારના બાર આચારો સેવનીય છે. અનશન - ખાવા-પીવાની વસ્તુનો ત્યાગ કરવો. ઉણોદરિતા - નિયત પ્રમાણથી ઓછું વાપરવું. વૃત્તિસંક્ષેપ - ખાદ્ય દ્રવ્યો ઓછાં કરવાં. રસત્યાગ - ઘી, દૂધ વગેરે ભક્ષ્ય વિગઇઓમાં પણ ત્યાગ કરવો, તેનો સ્વાદ જીતવો. કાયફલેશ - શીત, આતાપના, લોચ આદિ કાયફલેશ સહન કરવા. સંલીનતા - શરીરના અંગોપાંગ કાચબાની માફક સંકોચી રાખવા, તે જેમ-તેમ લાંબા-પહોળા કે ફેલાવવા નહિ. પ્રાયશ્ચિત - ગીતાર્થ યોગ્ય ગુરુ પાસે સ્વ-અપરાધો કપટ રાખ્યા વિના પ્રકટ કરી, તેઓ આપે તે પ્રાયશ્ચિત કરીને પોતાનું શુદ્ધિકરણ કરવું. વિનય - શ્રી અરિહંતાદિ સ્થાનો ને આશાતના પરિહાર અને ભકિત વંદનાદિ ઉપચાર કરવા રૂપ વિનય કરવો. ૬. ૬૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 67 68 69 70 71 72 73 74