Book Title: Shravakna Bar Vratona Vikalpo
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

Previous | Next

Page 68
________________ ૨-દર્શનાચારના આઠ આચારો સેવનીય છે. યદ્યપિ દર્શન એટલે શ્રી વિનોક્ત તત્ત્વરુચિ રૂપ સમ્યક્ત્વના પહેલાં પાંચ અતિચારો કહ્યા છે, તથાપિ ૧૨૪ અતિચારોમાં દર્શનાચારના આઠ આચારોના વિપરીત વર્તન રૂ૫ આઠ અતિચારોને જુદા પ્રતિક્રમણીયા કહેવામાં આવ્યા છે. તે આઠ આચારો આ પ્રમાણે :૧. નિઃશંકિત - સર્વજ્ઞ શ્રી જિને કહેલ તત્ત્વ પદાર્થમાં શંકા ન રાખવી. ૨. નિષ્કાંક્ષિત - અન્ય ધર્મો જૈન ધર્મ તુલ્ય માનવા નહિ તથા તેની ઇચ્છા ન કરવી. નિવિચિકિત્સા - ધર્મ ક્રિયાના ફલમાં સંદેહ ન રાખવો, પૂજયસાધુ - સાદવી મહારાજોની નિંદા ન કરવી. અમૂઢદ્રષ્ટિ - પરના ચમત્કારાદિ પ્રભાવોથી અંજાવું કે મુંઝાવું નહિ. ઉપબૃહણા - ધર્મ માટે કષ્ટ સહન કરનારની પુષ્ટિ કરવી, સહાયમાં ઊભા રહેવું. ગુણીયલની પ્રશંસા કરવી. સ્થિરીકરણ - ધર્મમાં ઢીલા થનારને સમજાવી, સહાય કરી સ્થિર કરવા. વાત્સલ્ય- શ્રી ચર્તુવિધ સંઘ-સાધર્મિકોનું હેતભર્યું વાત્સલ્ય કરવું, તેમના હિતસંબંધોની સતત ચિંતા કરવી. ૮. પ્રભાવના - સર્વોદયકારિ શ્રી જૈનશાસન ઉપર આવતાં આક્રમણ દૂર કરવા અને તેની સર્વતોદિગ્ગામી ઉન્નતિ કરવી. આ આઠ આચારોથી વિપરીત આચરણનું નામ આઠ અતિચારો છે, જે ત્યાજય છે. ૩-ચારિત્રાચારના આઠ આચારો સેવનીય છે, ઇર્યાસમિતિ - જોઇને ઉપયોગથી ગમનાગમન કરવું. ભાષાસમિતિ - મોઢા આગળ, મુહપત્તિ વગેરે ઉપયોગ રાખી નિરવદ્ય વચન બોલવું. એષણાસમિતિ - દોષિત આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, વસતિ પ્રમુખ ન લેવા. ૬૧ S Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74