Book Title: Shravakna Bar Vratona Vikalpo
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 65
________________ તેમણે શ્રી ચતુર્વિધ સંઘપૂજામાં પણ અનેક ક્રોડ દ્રવ્યનો વ્યય કર્યો હતો, તેમજ અનેક પૌષધશાળાઓ, દાનશાળાઓ અને ભોજનશાળાઓ બંધાવી હતી. સાધર્મિક ઉદ્ધારમાં તેઓ પ્રતિવર્ષ એક ક્રોડ દ્રવ્ય ખર્ચતા હતા. એ રીતિએ ચૌદ વર્ષમાં ચૌદ ક્રોડ તેમણે ખર્ચા હતા. શ્રાવકો ઉપરનો પ્રતિવર્ષ ૭૨) લાખ લેવાતો કર તેમણે બંધ કર્યો હતો. પ્રતિવર્ષ ૭૨) લાખની બિનવારસી મિલકતની આવક આવતી હતી, તેનો પણ તેમણે ત્યાગ કર્યો હતો. બિનવારસી મિલકતનો ધારો રદ કરનારા ઇતિહાસમાં તેઓ પહેલા જ રાજા હતા અને તેઓ એક જ થયા. શ્રી સિદ્ધગિરિજી, ગિરનારજી અને ચંદ્રપ્રભાસપાટણનો છ'રી પાળતો શ્રીસંઘ તેમણે કાઢ્યો હતો. પોતાની વૃદ્ધાવસ્થા છતાં, આ સંઘમાં તેઓએ છ’રી પાળતા, ખૂલ્લા પગે ચાલીને યાત્રા કરી હતી. નવ લાખ સુવર્ણની કિંમતનાં નવ મહારત્નોથી તેમણે શ્રીયુગાદિદેવની નવ અંગે પૂજા કરી હતી. ત્રણેય સ્થળોએ તીર્થમાળ પોતે ન પહેરતાં, ઉછામણી બોલાવી ૩ ક્રોડની તેમણે દેવદ્રવ્યમાં વૃદ્ધિ કરી હતી. શા ક્રોડની કિંમતનાં બે મણિ બે હારમાં નાખીને, તેમણે શ્રીયુગાદિદેવને તથા તેમનાથ પ્રભુજીને ચઢાવ્યાં હતાં. શ્રી ગિરનારજી ચઢવા માટે પગથિયાંની શ્રેણીવાળો સુગમ માર્ગ તેઓશ્રીએ બંધાવ્યો હતો. (૬) આઠ દિવસનો ભારે રથયાત્રા મહોત્સવ તેમણે શ્રી પાટણ નગરમાં ઉજવ્યો હતો. ઈત્યાદિ અગણિત દ્રવ્યવ્યય સાતેય સધર્મક્ષેત્રોની સભકિતમાં અને અનુકંપા તથા ઉચિત દાનમાં કરીને, ગુજરાતના સાચા નાથ રાજાધિરાજ શ્રી કુમારપાલે શ્રી જિનશાસનની અજોડ પ્રભાવના કરી હતી. ૧. શ્રી કુમારપાલ મહારાજાની દિનચર્યા સૂર્યોદય પૂર્વે રાત્રિરોષે શ્રી નમસ્કાર મહામંત્રના સ્મરણપૂર્વક તેઓ. ઊઠતા હતા અને સામાયિક-પ્રતિક્રમણ કરીને શ્રી યોગશાસ્ત્ર તથા વીતરાગસ્તોત્રનો પાઠ કરતા હતા. પછી પ૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74