Book Title: Shravakna Bar Vratona Vikalpo
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 61
________________ ત્યાગ કર્યો. આ રીતિએ દર વર્ષે ૭૨)લાખની ઉપજ તેમણે જતી કરી હતી. કુબેરશેઠની છ ક્રોડ સોનું વગેરે અતુલ સંપત્તિ સાંભળવા છતાં, તે લેવાને તેઓ લોભાયા નહોતા. તેમણે પોતાના રાજયમાં અદત્ત પરધન નહિ લેવાનો નિયમ કર્યો હતો. (૪) બહ્મવ્રત - ચોથા વ્રતમાં શ્રી કુમારપાલ રાજાએ પરનારીસહોદરતા અને સ્વસ્ત્રીસંતોષનો નિયમ અંગીકાર કર્યો હતો. વ્રત ગ્રહણ કરતી વખતે રાજાને એક જ ભોપલદેવી નામની રાણી હતી. તેના મરણ બાદ ફરીથી ન પરણવાનો પણ તેમણે નિયમ કર્યો હતો. તેઓ દિવસના રોજ બ્રહ્મચર્ય પાળતા હતા અને સર્વ પર્વતિથિની રાત્રીએ પણ બહ્મચર્ય પાળતા હતા. વર્ષાઋતુમાં તેઓ મન-વચન-કાયાથી સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળતા હતા. મનથી ભંગ થાય તો ઉપવાસ, વચનથી ભંગ થાય તો આયંબિલ અને કાયાથી ભંગ થાય તો વિગઇ ત્યાગ કરવાનો તેમણે નિયમ કર્યો હતો. એમ કરીને તેમણે સર્વ દોષોનું પ્રભવસ્થાન જે મન છે, તેના ઉપર જ મોટું નિયંત્રણ મૂકયું હતું. થોડા સમય પછી રાણી ભોપલદેવી મરણ પામી, એટલે રાજાને સામન્તો અને પ્રધાનોએ ફરીથી લગ્ન કરવાનો ખૂબજ આગ્રહ કર્યો, તથાપિ તેમણે લગ્ન ન જ કર્યું. આવી તેમની નિયમદઢતા હતી. ત્યારથી તેઓએ માવજીવ બ્રહ્મચર્ય પાળ્યું હતું. આથી શ્રી કુમારપાલ મહારાજાને ‘રાજર્ષિ” એવું અજોડ બિરુદ પણ મળ્યું હતું. (૫) અપરિગ્રહવ્રત - પાંચમા વ્રતમાં કુમારપાલ મહારાજાએ ૬) ક્રોડ સુવર્ણ, ૮) ક્રોડ રૂપું, એક હજાર તોલા કીમતી મણિ, બીજું અનેક ક્રોડ દ્રવ્ય, બે હજાર કુંભ ઘી-તેલાદિ, બે હજાર ખારી અનાજની, પાંચ લાખ ઘોડા, એક હજાર હાથી અને ઊંટ, ૮૦૦૦૦) ગોધન, ઘર, દુકાન, સભા, વહાણો, ગાડાં - દરેક પાંચસો પાંચસો, ચતુરંગ સેનામાં ૧૧૦૦) હાથી, ૫૦૦૦૦) રથ, ૧૧૦૦૦૦૦) ઘોડા અને ૧૮૦૦૦૦૦) પાયદળ રાખેલ; અને મીઠું, તેલ, લોહ, ગોળ વગેરે પાપદ્રવ્યો આવે તેનો ત્યાગ કર્યો હતો. રત્ન, સુવર્ણાદિ વસ્તુઓની ઘણી વૃદ્ધિ છતાં, એ ધર્માત્માએ પોતે રાજાધિરાજ હોવા છતાં ઉપર મુજબ સ્વલ્પ પરિગ્રહ રાખ્યો હતો. પ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74