Book Title: Shravakna Bar Vratona Vikalpo Author(s): Yugbhushanvijay Publisher: Gitarth GangaPage 58
________________ પરમાર્હત્ શ્રી કુમારપાલ મહારાજનાં શ્રાદ્ધવ્રતો અને શાસનભકિતનાં સત્કાર્યો. પૂ. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજના ઉપદેશથી ચૌલુકયચૂડામણી ગુર્જરેશ્વર શ્રી કુમારપાલ મહારાજાએ સમ્યક્ત્વમૂલ દ્વાદશવ્રત શ્રી સંઘ સમક્ષ વિધિપૂર્વક આડંબરથી ઉચ્ચાર્યા હતાં. તેઓએ શિકારાદિ સપ્ત દુર્બસનોને આખા રાજયમાંથી દેશવટો આપ્યો હતો, રાજ્યમાં અવારસી મિલકતો લેવાનો ચાલ્યો આવતો ધારો રદ કર્યો હતો, અઢારે દેશમાં હિંસાનું નિવારણ કરાવ્યું હતું અને સં. ૧૨૧૬ ના માગશર સુદ ૨ ને દિવસે શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ હસ્તક શ્રી અરિહંતદેવ સમક્ષ ધર્મરાજપુત્રી શ્રી કૃપાસુંદરીનું પાણિગ્રહણ કર્યું હતું. (જુઓ, શ્રી કુમારપાલ પ્રબંધ પૃ. ૬૭/૨) કૃપાસુંદરીની પ્રેરણાથી તેમણે આધ્યાત્મિક રણક્ષેત્રમાં ધર્મરાજના દુશ્મન મોહરાજને હરાવી ભગાડડ્યો હતો અને શ્રી ધર્મરાજનો પુનઃ રાજયાભિષેક કર્યો હતો. ‘પરનારી સહોંદર, “શરણાગત વજપંજર,” ‘વિચાર ચતુર્મુખ,’ ‘જીવદયા પ્રતિપાલ,’ ‘પરમાહત,’ ‘ધર્માત્મા,” ‘રાજર્ષિ, ઈત્યાદિ અનેક બિરુદો આ પુણ્યશાલી રાજવીને તેમની અદ્ભૂત ધર્મપરાયણતાથી શ્રી ગુરૂમહારાજાદિએ આપ્યાં હતાં. પચાસ વર્ષની વયે સં. ૧૧૯૯માં શ્રી કુમારપાલ રાજ્યપામ્યા હતા. (જુઓ, શ્રી કુમારપાલ પ્રબંધ પૃ. ૩૪/૧) તે પછી કેટલોક કાળ ગયા બાદ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજાના ઉપદેશથી સ્થિર બનીને વૃદ્ધાવસ્થામાં તેઓ ધર્મ પામ્યા. તેમનો વંશપરંપરાગત ધર્મ શૈવ હતો. તેનો ત્યાગ કરવા માટે બ્રાહ્મણ આદિના વિરોધને તાબે નહિ થવામાં, રાજયસ્થિતિ વિપરીત હતી તેમાંય ધર્મસ્થિતિ મજબૂત કરવામાં, શ્રી કુમારપાલ મહારાજે જે જોમ દાખવ્યું હતું, તે આજે ધર્મવસ્તુમાં પગ પહોળા કરીને ઊભા રહેનાર તેમ જ બાપને કૂવો બતાવનાર નિષ્ફીવત જૈન-જૈનેતર ભલભલાને ખૂબ શિખામણ આપે તેવું છે. તેમનું સમ્યકત્વ તથા બારવ્રતો કેવાં હતાં તથા તેમણે ધર્મનાં કેવાં કાર્યો કર્યાં હતાં, તે આત્માર્થીઓને માર્ગદર્શક હોઇ નીચે આપીએ છીએ. પ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74