Book Title: Shravakna Bar Vratona Vikalpo
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 57
________________ જયણા શારીરિક અસમાધિ આદિ કારણે જયણા. ( દયેય | જીવને અનાદિથી ‘લેવાની' મોહસંજ્ઞા લાગેલી છે. આ વ્રતથી ‘દેવાની’ ધર્મસંજ્ઞા કેળવીને ‘લેવાની' મોહસંજ્ઞાનો નાશ કરવો. લક્ષ્મી વગેરે પુણ્યાધીન, પરિણામે નાશવંત છે. તેનો સુપાત્રની ભકિત અર્થે, સદ્ધર્મ ક્ષેત્રોની ઉન્નતિ અર્થે, દીન-હીનાદિની અનુકમ્પા અર્થે, આપત્તિમાં પડેલાનો ઉદ્ધાર કરવા અર્થે ત્યાગ કરવામાં ઉદાર બનવાનું ધ્યેય રાખવું. [ અતિચાર ૧. સચિત્તનિક્ષેપ - નહિ દેવાની બુદ્ધિથી દેવાની વસ્તુ, સચિત્ત વસ્તુ ઉપર મૂકવી તે. સચિત્તપિધાન - દેવાની વસ્તુ, સચિત્ત વડે ઢાંકવી તે. પરવ્યપદેશ - પોતાની વસ્તુ પારકી અથવા પારકી વસ્તુ પોતાની કહીને આપવું તે. સમત્સરદાન - ગુસ્સો કે અવજ્ઞા કરીને આપવું કે પરની ઇર્ષ્યાથી આપવું તે. ૫. કાલાતિક્રમ - સમય વીત્યા પછી કે પહેલાં “નહિ લે’ એમ માની સાધુ-સાધ્વીને નિમંત્રણ કરવું તે.. આ પાંચેય અતિચારો ટાળીને પૂ. સાધુ-સાધ્વીને દાન દેવાનો પ્રયત્ન કરવો. ગુણવાનની પૂજા રૂપે આ વ્રત ગુણોના ખપી આત્માઓને ગુણાનુરાગની વૃદ્ધિ અર્થે અવશ્ય આદરણીય છે. વિશેષ નોંધ] પ૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74