Book Title: Shravakna Bar Vratona Vikalpo
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 49
________________ ધ્યેય શ્રાવક જીવનનું સર્વશ્રેષ્ઠ અનુષ્ઠાન સામાયિક છે, જેમાં દેશથી વિરતિનો આસ્વાદ માણવાનો છે, જે સાધુ જીવનની નજીક લઇ જનાર અનુષ્ઠાન છે, જેમાં કરણ અને કરાવણથી શ્રાવકને દુનિયાભરનાં પાપોંનો ત્યાગ થાય છે અને સ્વાઘ્યાય આદિ કરવાથી શુભભાવોની વૃદ્ધિ થાય છે. અતિચારો | ૧. ૨. 3. ૪. ૫. ૧. ૨. 3. ૪. ૫. ૬. ૭. મનોદુપ્રણિધાન - મનમાં કુવિકલ્પો કરવા. વચનદુપ્રણિધાન - સાવદ્ય કઠોર વચન બોલવા. કાયદુપ્રણિધાન - કાયા અજયણાથી હલાવવી, નિદ્રા કરવી. અનવસ્થાન - નિયત સમયે સામાયિક ન કરવું. સમય પહેલાં પાળવું. સ્મૃતિવિહીન - સામાયિકનો સમય જોવાનો રહી જાય, પાળવાનું રહી જાય. સામાયિકના દોષો પ્રથમ મનના દશ દોષ અવિવેક - સામાયિકમાં સર્વ ક્રિયા કરે, પણ વિવેક રહિતપણે કરે, મનમાં એમ વિચારે કે સામાયિક કર્યાથી કોણ તર્યું છે ? એવા કુવિકલ્પ કરે તે. યશવહિ - સામાયિક કરીને યશકીર્તિની ઇચ્છા કરે તે. ધનવાંછન - સામાયિક કરી તેમાંથી ધન મેળવવાની ઇચ્છા રાખે તે. ગર્વોષ - સામાયિક કરીને મનમાં અભિમાન કરે કે હું જ ધર્મી છું, ન સારી રીતે સામાયિક કરતા આવડે છે, બીજા મૂર્ખ લોકોને શી ગમ પડે, એવું વિચારે તે. ભયદોષ - લોકોની નિંદાથી ડરીને સામાયિક કરે તે. નિદાનદોષ - સામાયિક કરીને નિયાણું કરે કે આ સામાયિકના ફળથી મને ધન, સ્ત્રી, પુત્ર, રાજય, ઇન્દ્ર, ચક્રવર્તી આદિની પદવી મળે તો સારું. સંશયદોષ - સામાયિક કરે પણ મનમાં સંશય રહે કે કોણ જાણે સામાયિકનું શું ફળ હશે ? આગળ જતાં એનું ફળ મળશે કે નહિ એવી શંકા રાખે તે. Jain Education International ૪૨ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74