Book Title: Shravakna Bar Vratona Vikalpo
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 29
________________ ૫) J, ચા, પાન, બીડી, તંબાકુ, અફીણ આદિ વ્યસનોનો ત્યાગ કરવો, 1 ૬) ઉકાળેલું પાણી વાપરવુ, સંથારે સુઇ રહેવું. | જયણા | દવા, ભેળ-સં ભેળ, શરીર વગેરેને કારણે અભક્ષ્યાદિમાં તેમજ ઘરવખરીના કારણે લેવાય-દેવાય-વેચાય તથા ખાસ ઘરકામ અને વેપાર વગેરેના કારણે; અજાણતાં તથા પરવશપણે પંદર કર્માદાનોમાં જયણા. - સંજોગવશાત્ પોતાને માટે અગર કુટું બાદિ માટે પંદર કર્માદાનની બનેલી ચીજ લેવી પડે, ઘર વગેરે ધોળાવવામાં, વસ્ત્ર વગેરે રંગાવવામાં લગ્ન વગેરે વ્યવહારિક પ્રસંગોમાં, યંત્રો વગેરે રાખવામાં, તેમજ બીજી અણધારી જરૂરીયાતોમાં જરૂર પડે તેની જયણા. ( ધ્યેય | જડના ભોગઉપભોગ આત્માની વિભાવદશા છે અને તે એકાંતે આત્માને પીડાકારી છે, પણ ઘણા કષ્ટમાં વર્તતી વ્યકિતને જેમ જેમ હળવા કષ્ટનો વિકલ્પ આપો તેમ તેમ સુખાકારીતાનું ભાન થાય. એવી રીતે અનાદિ કાળથી જીવને મિથ્યાત્વજનિત ઇચ્છા, વાસનાઓના મહાકષ્ટના કારણે તેના હળવા વિકલ્પ રૂપે જડના ભોગઉપભોગમાં સુખનું ભાન થાય છે અને આ ગાઢ મિથ્યાત્વના કારણે આત્માને ચૈતન્યના ભોગઉપભોગમાં તસુભાર પણ રસ નથી. આથી પ્રભુએ આત્માને ચેતનમાં રસ જગાવવા માટે સાધુઓ પાસે આરાધનાપૂરક સિવાયના સર્વ ભોગોપભોગનો ત્યાગ કરાવ્યો છે, જયારે સંસારીઓ પાસેથી તેઓ સંસારમાં રહે છતાં પણ તેના પરથી રસ તૂટે અને અનેક “વિણ ખાધાં વિણ ભોગવ્યાં...' જે ફોગટ કર્મબંધ થાય તેવાં ઘણાં કર્મથી બચાવવાનો આ વ્રતનો મુખ્ય ઉદ્દેશ છે. અતિચાર) આ વ્રતના અતિચારો પંદર કર્માદાન સહિત વીસ છે. તે નીચે પ્રમાણે છે. સચિત્ત આહાર - અનાભોગાદિથી ત્યક્ત સચિત્ત વસ્તુ ખાવી તે. ૨. સચિત્તપ્રતિબદ્ધ - સચિત્તની સાથે સંબંધીત વસ્તુ વાપરવી તે. ૩. અપક્વ આહાર - લોટ વગેરે અપદ્ય વસ્તુ ખાવી તે. દુષ્પક્વ આહાર - અડધા કાચા-પાકા, નહિ ચઢેલાં શાક અને છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74