Book Title: Shravakna Bar Vratona Vikalpo
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 37
________________ ૧૧. ૧૨. શયન - સૂવા માટે પાથરવાની ચીજો અને બેસવાનાં આસનોના પણ આમાં સમાવેશ થાય છે. પાટ -પાટલા - ખાટલા - ખુરશી - પલંગ - સોફાસેટ - કોચ - ગાદી -ચાકળા - ગાદલા - -ગોદડા - સાદડી - શેતરંજી વગેરેની સંખ્યા નક્કી કરવી. ૧૦. વિલેપન - શરીરે ચોપડવાનાં દ્રવ્યો તેલ, અત્તર, સુખડ, સેન્ટ, વિકસ, બામ તેમજ મીઠું, હળદર આદિ વસ્તુઓનો લેપ. આની ધારણા વજનથી કરવી. બ્રહ્મચર્ય - અહીં બ્રહ્મચર્યનો મુખ્ય અર્થ મૈથુન ત્યાગ અથવા કૃત્રિમ રીતે શુક્ર ક્ષયનો નિષેધ સમજવો. સ્વદારા સંતોષવાળાએ પણ પ્રમાણ કરી લેવું. કાયાથી પાળવું. મન અને વચનથી જયણા, પરસ્ત્રી ત્યાગ. દિશા - ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને ઊંચે તથા નીચે એમ ૬ | દિશા થાય છે. અથવા ચાર ખૂણા (વિદિશા) ઉમેરતાં દશ દિશા થાય છે. ઊંચે એટલે સીડી, લીફટ, પર્વત આદિનું ચઢાણ. નીચે એટલે વાવ, ભોંયરા, આદિમાં ઉતરાણ, દરેક દિશામાં તથા ઊંચે નીચે અમુક ગાઉ – માઇલ - કિલોમીટર જવું તેનો નિયમ કરવો. ધર્મકાર્યમાં જયણા. ૧૩. સ્નાન - ન્હાવાની ગણતરી.. ૧-૨-૩-૪ વખત ન્હાવું તેની સંખ્યા નક્કી કરવી. ધર્મકાર્યમાં જયણા. ૧૪. ભફતપાન - ખોરાક - પાણીના વજનનો સમાવેશ, આખા દિવસમાં વપરાતા ખોરાક પાણીનું કુલ વજન (પાંચશેર - દશશેર - અડધો મણ વગેરે) નક્કી કરવું. વપરાતી વસ્તુના વજનનો ખ્યાલ રાખવો કે જેથી સંક્ષેપતી વેળાએ સુગમતા રહે. ચૌદ નિયમો ઉપરાંત નીચેની બાબતો ષકાયના નિયમો વિશે પણ ધારવામાં આવે છે. પૃથ્વીકાય - પૃથ્વીરૂપ શરીરવાળા જીવો, અહીં તેનાં નિર્જીવ શરીરો પણ સમજવાં, માટી-મીઠું-સુરમો-ચૂનો ક્ષાર-પથરાદિનો વજનથી નિયમ ધારવો. ઉપરોક્ત વસ્તુઓ ખાવા તથા વાપરવાનો આમાં સમાવેશ થાય છે. 30 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74