Book Title: Shravakna Bar Vratona Vikalpo
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 36
________________ કડા વિગઈ :- તળાઇને થાય તે કડામાં ગણાય. પણ વઘારેલું 1 હોય તે કડા વિગઈમાં આવે નહિ. મૂળથી ત્યાગ હોય તો તળેલી ત્રણ ઘાણ પહેલાં કે પછીની ચીજ તેમજ કોઇ જાતનું પકવાન વપરાય નહિ. કાચી ત્યાગ હોય તો ત્રણ ઘાણ પછીની વસ્તુ વપરાય, નીવિયાતી ત્યાગ હોય તો પહેલા ત્રણ ઘાણની વસ્તુ વપરાય, પણ ત્યાર પછીના ઘાણની વપરાય નહિ. તમામ જાતના પકવાન કડા વિગઇના નીવિયાતામાં આવે માટે વપરાય નહિ. વિગઇઓ માટે વધુ ખુલાસો ગુરુગમથી જાણી લેવો. પ્રાયઃ કરીને વિગઇની બાબતમાં ઘણા સમજભેદ પડતા હોવાથી આ નિયમની શરૂઆત કરનારે તેને માટે ગુરુગમ લઇને જ કરવું. વાણહ - ઉપાનહ - જોડા, બુટ, ચંપલ વગેરેનો સમાવેશ થાય છે. તેની સંખ્યા નક્કી કરવી. ભૂલથી બૂટ વગેરે ઉપર પગ મુકાઇ જાય તેની જયણા રાખવી. તંબોલ - પાન, સોપારી, ઇલાયચી, તજ, લવીંગ વગેરે મુખવાસની વસ્તુઓ વજનથી ધારવી. વસ્ત્ર - પહેરવા ઓઢવાનાં વસ્ત્રોની સંખ્યા નક્કી કરવી. ધર્મકાર્યમાં જયણા રાખવી. ભૂલથી પોતાના બદલે બીજાનાં વસ્ત્રો પહેરાય તેની જયણા રાખવી (તે ગણાય નહિ.) કુસુમ - સૂંઘવામાં આવતી દરેક વસ્તુનો આમાં સમાવેશ થાય છે. આની ગણતરી વજનથી નક્કી કરી શકાય. ઘી, તેલ આદિના ભરેલા ડબ્બા વગેરે સૂંઘવા નહિ.જે વસ્તુ સૂંઘવાની જરૂર જણાય તે આંગળી ઉપર લઇને જ સૂંઘવાનો અભ્યાસ રાખવો. વાહન - મુસાફરીનાં વાહનો, ફરતાં, ચરતાં, તરતાં એ ત્રણ પ્રકારનાં છે. ફરતાં ગાડી, મોટર, સ્કૂટર, સાયકલ, રેલ્વે, ઊડતાં એરોપ્લેન અને લિફટનો તેમાં સમાવેશ થાય છે. ચરતાં - બળદ, ઊંટ, હાથી, ખચ્ચર વગેરે સવારીના પશુવાહનો. તરતાં - સ્ટીમર, વહાણ, આગબોટ, નૌકા વગેરે જળમાર્ગી મુસાફરીનાં વાહનો, તેની સંખ્યા નક્કી કરવી. ૬. ૨૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74