Book Title: Shravakna Bar Vratona Vikalpo
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

Previous | Next

Page 34
________________ (અ) (બ) જે તે ચૌદ નિયમો અંગે વિશેષ પ્રકારે સમજ અને ધારવાની સમજૂતી. સચિત્ત - દબ્ધ વિગઈ - વાણહ - તંબોલ - વલ્થ - કુસુમેસુI વાહણ - સયણ - વિલેણ - બંભ - દિસિ -નાણ - ભત્તેણુ , નિયમ ધારવાનું પ્રમાણ ત્રણ રીતે નક્કી થાય છે, સંખ્યાથી - વજનથી - પ્રમાણથી. જે વસ્તુ બિલકુલ ન વાપરવાની હોય તેનો ત્યાગ રખાય છે. સચિત્ત - જેમાં જીવ છે એમ જણાય તે સચિત્ત કહેવાય છે. અનાજ વગેરે વાવવાથી ઊગે તેને સચિત્ત કહેવાય છે. કાચું શાક, કાચું પાણી, કાચું મીઠું વગેરે પણ સચિત્ત કહેવાય છે. તે ચૂલે ચડવાથી. અચિત્ત થાય છે. પછી સચિત્ત ગણાય નહિ. કેટલીક ચીજોમાંથી બી. કાઢી નાખ્યા બાદ બે ઘડી (૪૮ મિનિટ) પછી અચિત્ત થાય છે.દાખલા તરીકે પાકી કેરીમાંથી ગોટલો જુદો કર્યા પછી બે ઘડી બાદ તેનો રસ તથા કટકા અચિત્ત થાય છે. તેમ દરેક ફળમાં સમજવું. 'ખાવામાં આવતા દરેક સચિત્ત પદાર્થની આમાં ગણતરી કરવામાં આવે છે. ૧-૨-૫-૭- કે અમુક સંખ્યા ધારી લેવી. ૨. દ્રવ્ય : આખા દિવસમાં જેટલી ચીજો મોઢામાં નાંખવાની હોય તે દરેક જાતની ચીજો જુદાં જુદાં દ્રવ્ય ગણાય જેમ કે પાણી, દૂઘ વગેરે. ધાતુ તથા આંગળી મુખમાં નાખી તે સિવાય મુખમાં જે નાખવામાં આવે તે દરેકની ગણતરી કરવી. એક જ ચીજમાં સ્વાદ ખાતર કે અન્ય કારણે સ્વાદ કર્યા પછી કંઈપણ ઉમેરવામાં આવે ત્યાર પછી તે દ્રવ્ય બીજું ગણાય. જેટલા સ્વાદ જુદા તેટલાં દ્રવ્ય જુદાં ગણાય. ૩. વિગઈ - કુલ વિગઈઓ ૧૦ છે. તેમાં મધ, મદિરા, માંસ, માખણ આ ચાર અભક્ષ્ય છે. બાકીની છ ભક્ષ્ય વિગઈઓ છે. તે આ મુજબ દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ (સાકર પણ) અને કડા (ઘી - તેલમાં તળેલી ચીજ, કડાઇમાં થતી ચીજો - લોઢી ઉપર તેલ, ઘી, મૂકીને તળેલી ચીજો). વિગઈ સંબંધી વિગતવાર જાણવાની ઇચ્છાવાળાએ પચ્ચક્ખાણ ભાષ્ય તેમજ ગુરગમથી જાણી લેવું. છ વિગઈમાંથી ઓછામાં ઓછી એકાદ વિગઇ વારાફરતી ત્યાગ રોજ રાખવો જ જોઇએ. વિગઇનો ત્યાગ ત્રણ રીતે થઈ શકે છે. ૨૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74