Book Title: Shravakna Bar Vratona Vikalpo
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

Previous | Next

Page 33
________________ દરરોજ સાંજે પણ ઉપર મુજબ દિવસના નિયમો સંક્ષેપવા જોઇએ ? અને રાત્રિના ધારવા જોઇએ. વળી આખી દુનિયામાં આરંભ સમારંભની જે કંઇ પ્રવૃત્તિઓ નિરંતર ચાલી રહી છે, તેમાં રહેલા પાપમાં આપણો ભાગ છે. જયાં સુધી આપણે જે ચીજનો પરિણામપૂર્વક ત્યાગ ન કરીએ ત્યાં સુધી આપણે તેનો ઉપયોગ કરવાની છૂટ રાખીએ છીએ માટે તે પાપના ભાગીદાર બનીએ છીએ. જે ચીજો આપણને જરૂરી જણાય તેટલી જ છૂટ રાખી લઇને બાકીની દુનિયાભરની તમામ ચીજોનો પરિણામપૂર્વક ત્યાગ કરવાની સતત જાગૃતિ રાખવાથી તે પાપ લાગતું નથી અને સંયમ કેળવાય છે.. સવારે દિવસ દરમ્યાન પોતાને જરૂર પડે તેમ હોય તેટલી ચીજોની છૂટ રાખી લઇ બાકીની વસ્તુઓનો નિયમ કરવો તેનું નામ નિયમ ધાર્યા કહેવાય. સાંજે, સવારે ધારેલા નિયમોની મર્યાદા પ્રમાણે બરોબર પાલન થયું છે કે નહિ તેનો વિગતવાર વિચાર કરવો તેને નિયમ સંક્ષેપવા કહેવાય. લાભમાં- નિયમો સંક્ષેપતી વખતે જેટલી ચીજ વાપરવાની જે પ્રમાણે છૂટ રાખી હતી તેમાં પણ ઓછી ચીજનો વપરાશ કર્યો હોય તો બાકીની છૂટ લાભમાં કહેવાય છે. કેમ કે છૂટ રાખવા છતાં વપરાશ વખતની પ્રવૃત્તિમાંથી થતા પાપમાંથી છૂટવાનો લાભ મળે છે. 0 નિયમો ધારવાથી સંતોષવૃત્તિ પેદા થાય છે. નિયમો ધારવાથી ઘણાં બધાં પાપોથી બચી જવાય છે. નિયમો ધારવાથી જીવન ઓછું ખર્ચાળ બની જાય છે. 0 નિયમો ધારવાથી મન ખોટી ઇચ્છાઓમાંથી પાછું હટે છે. [ જયણા | ધર્મકાર્ય વગેરેને લીધે ચીજોનો વપરાશ તેમ જ નિયમની મર્યાદા હદ ઓળંગવા કે વધારે સૂક્ષ્મ ગણત્રી કરી શકાય નહિ તો તે સંબંધી રખાતી છૂટ તેને જયણા કહેવાય છે. થોડા દિવસ ધારવાનો અભ્યાસ પાડ્યા પછી દેશાવગાસિકનું પચ્ચખાણ આ પ્રમાણે કરવું. દેશાવગાસીય ઉવભોગ પરિભોગં પચ્ચખાઇ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણાં વોસીરઇ-વોસિરામિ. ૨૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74