Book Title: Shravakna Bar Vratona Vikalpo
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

Previous | Next

Page 19
________________ [ ૩. તપ્રતિરૂપ - વસ્તુ ભેળસેળ કરવી, જે દેખાડી તેને બદલે ભળતી. બીજી આપવી તે. વિરૂદ્ધગમન - રાજયે નિષેધ કરેલા વ્યાપાર અને નિષેધ કરેલા સ્થાને જઇ વેપાર કરવા અથવા તે હેતુથી જકાત મહેસૂલ આપ્યા વિના છાનીમાની કોઈ ચીજ લઇ જવી-લાવવી તે. ૫. ફૂટતોલ-લેવડ દેવડના માન-માપા વત્તા ઓછા કરવા તે. ત્રીજા વ્રતના આ અતિચારો છે. સુખી થવાની ઇચ્છાવાળાઓએ આ અતિચારનો પણ ત્યાગ પાળવો. વિશેષ નોંધ) 1ળાઓ) | | ૪. સ્થૂલ બ્રહ્મચર્ય; સ્વદારાસંતોષ અને પરસ્ત્રી-વિરમણ વ્રત 'षण्ढत्वमिन्द्रियच्छेदं, वीक्ष्याब्रह्मफलं सुधीः । भवेत्स्वदारसंतुष्टो-ऽन्यदारान्वा विवर्जयेत् ।। ७६ ।।" યો, શા. લિ. પ્ર. ‘નપુંસકપણું, ઇન્દ્રિયછેદ વગેરે અબ્રહ્મચર્ય- વ્યભિચારનું ફળ છે, . તે જોઇને બુદ્ધિમાને સ્વસ્ત્રીમાં સંતોષ રાખવો, પરસ્ત્રીનો ત્યાગ કરવો.” ( સ્વરૂપ ]. કાયાથી સ્ત્રી-પુરૂષે પરસ્પર સમાગમ ન કરવો, અથવા પોતાની પરણેલી સ્ત્રીમાં (સ્ત્રીએ પુરૂષમાં) સંતોષ રાખવો, પરસ્ત્રી સાથેના સમાગમનો (સ્ત્રીએ પર-પુરૂષગમનનો) ત્યાગ કરવો, દેવ- તિર્યંચ તથા નપુંસક સાથેના વિષયનો ત્યાગ કરવો. મૈથુન સંજ્ઞામાં આરૂઢ થયેલો જીવ તે ક્રિયાથી બે લાખથી નવ લાખ ગર્ભજ પંચેન્દ્રિય જીવોને, બેઇન્દ્રિય જીવોને તથા અસંખ્ય સંમૂર્છાિમ પંચેન્દ્રિયોને મારે છે.શકિત પ્રમાણે મૂચ્છ જીતીને દરેક મનુષ્ય બ્રહ્મચર્ય જ ધારણ કરવું હિતાવહ છે. અપેક્ષાએ સોનાના જિનભવન કરાવવા કરતાંય બ્રહ્મચર્યના પાલનમાં વધારે લાભ શાસ્ત્રકારે બતાવ્યો છે. પરસ્ત્રીનો ત્યાગ કરી પોતાની સ્ત્રીમાં સંતુષ્ટ રહેનાર છેગૃહસ્થ મર્યાદિત બ્રહ્મચર્યનો લાભ મેળવે છે. ૧ જે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74