Book Title: Shravakna Bar Vratona Vikalpo Author(s): Yugbhushanvijay Publisher: Gitarth GangaPage 20
________________ ૧. ૨. 3. ૪. પ. ૬. ૭. ૮. ૯. ૧. ૨. 3. ૪. ૫. ૬. 9. . ૮. ૯. ૧૦. ૧૧. વિકલ્પો જીવનભર મન-વચન-કાયાથી બ્રહ્મચર્ય પાળીશ. જીવનભર વચન અને કાયાથી બ્રહ્મચર્ય પાળીશ. જીવનભર કાયાથી બ્રહ્મચર્ય પાળીશ. કાળ સુધી મન-વચન-કાયાથી બ્રહ્મચર્ય પાળીશ. કાળ સુધી વચન-કાયાથી બ્રહ્મચર્ય પાળીશ. કાળ સુધી કાયાથી બ્રહ્મચર્ય પાળીશ. દિવસે બ્રહ્મચર્ય પાળીશ. જીવનભર પરસ્ત્રીગમન/પરપુરૂષગમન કરીશ નહિ. સ્વસ્ત્રી/સ્વપુરૂષ સાથે પર્વ દિવસોમાં, અઠ્ઠાઇમાં, ચાર્તુમાસમાં, તીર્થસ્થાનોમાં બ્રહ્મચર્ય પાળીશ. પૂરક નિયમો સ્વસ્ત્રી/સ્વપુરૂષ સાથે અનંગક્રીડા કરીશ નહિ. જેની જવાબદારી નથી તેવાના વિવાહ આદિ કરાવીશ નહિ. અન્યના વિવાહ આદિમાં જઇશ નહિ. વર-વહુના વખાણ, પ્રશંસા કરીશ નહિ. વિકારપોષક ચિત્રો, સાહિત્ય, ટી.વી., પીકચર, આદિને જોઇશ નહિ. અન્યને વિકાર થાય તેવા ઉદ્ભટ વેશ પહેરીશ નહિ. વિકાર પેદા કરાવનાર દ્રવ્યો વાપરીશ નહિ. વિકાર પેદા કરાવે એવાં એકાંત સેવીશ નહિ. પુનઃવિવાહ કરીશ નહિ, કરાવીશ નહિ. સ્ત્રી મિત્રો (સ્ત્રીએ પુરૂષ મિત્રો) કરવા નહિ. અન્યને વિકાર થાય તેવાં રાગ પોષક વચનો બોલીશ નહિ. જયણા સ્વપ્નદોષ મન-વચનની ચંચળતા, વ્યવહારિક જવા-આવવાના પ્રસંગે અસાવધતા અને સારા ભાવથી દવા વગેરે કારણે સ્પર્શાદિની જયણા. ધ્યેય આત્માએ બ્રહ્મમાં (આત્મામાં) ચરવું તે બ્રહ્મચર્ય. તે બ્રહ્મચર્યનો વિશદ્ અર્થ છે. આત્મામાંથી બહાર નિકળવું તે અબ્રહ્મનો ભાવ છે. આ બ્રહ્મચર્યની ઉચ્ચ કક્ષા અપ્રમત્ત કક્ષામાં રહેલા મહાત્માઓને આવી શકે ૧૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74