Book Title: Shravakna Bar Vratona Vikalpo Author(s): Yugbhushanvijay Publisher: Gitarth GangaPage 22
________________ પરવિવાહકરણ - પારકા છોકરા છોકરીઓના ‘‘કન્યાદાનનું ફળ મળશે’’ એવી ઇચ્છાથી, સ્નેહ કે તેવા શોખથી વિવાહ કરાવવા, અથવા પોતાને એક સ્ત્રી હોય છતાં અસંતોષથી બીજી સ્ત્રી કરવી, વૃધ્ધાવસ્થાએ લગ્ન કરવાં, કુલીન સ્ત્રીએ પુનઃવિવાહ કરવા તે. ૫. તીવ્રવિલાસ-કામભોગની અતૃપ્તપણે તીવ્ર ઇચ્છા કરી વારંવાર અભિલાષા કરવી તથા વાજીકરણ કે કામવર્ધક ઔષધિઓ વગેરે ખાવી તે. ચોથા વ્રતના આ પાંચ અતિચારો પ્રયત્નથી ટાળવા અને શીયળની નવ વાડો સાચવવાનો બરાબર ઉપયોગ રાખવો. વિશેષ નોંધ ૫. સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત ‘અસંતોષમવિશ્વાસ-મારમાંં દુ: વાળમ્ મત્લા મૂકાતું ŕ-પરિગ્રહનિયન્ત્રમ્ | o૦૬ ।।'' -મહા દુઃખને કરનારા અસંતોષ, અવિશ્વાસ, આરંભ વગેરે મૂર્છા-પરિગ્રહના ફલ જાણીને પરિગ્રહ-મૂર્છાનો ત્યાગ અથવા મર્યાદિત પરિમાણ કરવું-મર્યાદા બાંધવી. સ્વરૂપ રોકડ, અનાજ, ખેતર, મકાન, સોનું-રૂપું, ઝવેરાત, રાચરચીલું, નોકર-ચાકર, ઢોર-ઢાંખર આ નવવિધ પરિગ્રહનું જુદુંજુદું પ્રમાણ નિયત કરવું અથવા બધાનું ભેગુ અમુક રકમનું ધારવું. ૧. રોકડ ૨. અનાજ ૩. ખેતર ૪. મકાન પ. સોનું રૂપું ૬. ઝવેરાત ૭. વાસણ-કુસણાદિ, રાચરચીલું. Jain Education International યો. શા. દ્વિ. પ્ર. ૧૫ For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74