Book Title: Shravakna Bar Vratona Vikalpo
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

Previous | Next

Page 21
________________ છે. શાસ્ત્રમાં તો સંસારમાં રહેલા પણ બ્રહ્મચારીને અપેક્ષાએ અડધા સાધુ કહ્યા છે. કારણ કે અબ્રહ્મ એ સાંસારિક જીવનમાં બોજો વેંઢારવાનું (વહન કરવાનું) મૂળ છે એમ પૂ. હરિભદ્રસૂરીશ્વરજી ફરમાવે છે. બ્રહ્મચર્ય પાળવું એ આત્મધર્મ છે. મોક્ષનો એક અદ્ભુત ઉપાય છે. છતાં દરેક જીવોની મન-વચન-કાયાની વર્તમાન પરિસ્થિતિ સરખી નથી હોતી કે જેથી તેઓ સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળી શકવા સમર્થ હોય, તો પણ તેઓ ઉપરોક્ત આદર્શને હૃદયમાં ધારીને માત્ર તીવ્ર વેદોદયની શાંતિ માટે જગતની અન્ય સર્વ સ્ત્રીજાતિનો ત્યાગ કરી માત્ર એક સ્વસ્ત્રીમાં સંતોષ માને અને તે પણ આ અબ્રહ્મની ક્રિયા, મારી આ વાસનારૂપી મહાઅગ્નિને મર્યાદિત સમય સુધી શમાવવારૂપ માત્ર દુ:ખોપચાર જ છે પણ સાચું સુખ નથી એવું દ્રઢ રીતે માનતો હોય છે, તો તે પણ મોક્ષ માર્ગમાં પ્રયાણ કરવા લાયક બને છે. ૧. ૨. 3. ૧. અતિચાર અપરિગૃહીતાગમન - કોઇએ પણ ગ્રહણ ન કરેલી સ્ત્રી જેમ કે વિધવા, વેશ્યા, કુંવારી કન્યા સાથે અબ્રહ્મ સેવવું, સ્ત્રીએ કુંવારા, અપંગ, વિધુર પુરૂષ સાથે અબ્રહ્મ સેવવું તે. ઇત્વર પરિગૃહીતાગમન - કોઇની અમુક સમય સુધીની ભાડેથી રાખેલી, વેશ્યા આદિ સાથે અબ્રહ્મ સેવવું, સ્ત્રીએ થોડા સમય માટે અન્યથી વશ કરાયેલા પુરૂષ સાથે સંબંધ કરવો તે. (સ્ત્રીને તથા સ્વદારા સંતોષના નિયમોવાળાને આ બન્ને અનાચાર જાણવા, અપેક્ષાએ અતિચાર પણ જાણવા. જુઓ નીચે ફૂટનોટ - ૧) અનંગક્રીડા - પરસ્ત્રીઓ (સ્ત્રીએ પુરુષોમાં) સાથે આલિંગનાદિ કામચેષ્ટાઓ કરવી ; અથવા સ્વસ્ત્રી (સ્વપુરુષ) સાથે કામાસનો સૃષ્ટિવિરૂદ્ધ કર્મ, હસ્તકર્મ તથા કૃત્રિમ કામોપકરણો સેવવાં તે. જેમ કે સ્ત્રીને અનાભોગાદિ પરપુરૂષ અથવા બ્રહ્મચારી એવા સ્વપતિને સેવતાં પ્રથમ અતિચાર થાય છે. જ્યારે સપત્નીના વારે પોતાનો પતિ સપત્ની પરિગૃહીત થયો હોય, ત્યારે તેનો વારો લોપી પોતે સેવે એટલે બીજો અતિચાર થાય. પુરૂષને અનાભોગાદિથી પહેલો અતિચાર થાય અને પોતે ભાડું આપી ઇત્વરકાલિકપરિગૃહીત વેશ્યાને સ્વદારાબુદ્ધિથી સેવે ત્યારે બીજો અતિચાર થાય.(રત્નશેખરસૂરિસંદ્ધ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રકૃતિ પૃ.૮૪/૨) Jain Education International ૧૪ For Personal & Private Use Only '' www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74