Book Title: Shravakna Bar Vratona Vikalpo Author(s): Yugbhushanvijay Publisher: Gitarth GangaPage 24
________________ યે ય | પરિગ્રહ રાશિ વિનાનો ગ્રહ છે. ત્રીજા વ્રતના ધ્યેયમાં જણાવ્યા બનો સંતોષ રાખવો, વધારે સંગ્રહખોરીથી વધારે મૂચ્છ અને પાપબંધ થાય છે. પરિગ્રહમાં ધારેલ પ્રમાણથી વધુ મેળવવાની લાલસા કે પ્રવૃત્તિ ના રાખવી. અંતે તો સર્વ મૂકીને જવાનું છે, નાશવંત છે, આમાથી પર છે. આથી લક્ષ્મી, પરિવાર, શરીર, આદિ કોઈપણ પદાર્થ ઉપર ગૃહસ્થપણામાં પણ મૂચ્છ-મમતા રાખવી નહિ. અનાસક્તભાવે જીવતાં શીખવું અને નિર્ચન્થપદ પામવાનું ધ્યેય રાખવું. અતિચારો ] ૧. ધન-ધાન્ય પરિમાણાતિક્રમ - ધન-ધાન્યના ધારેલા પ્રમાણનું સ્વપુત્રાદિના નામે ચઢાવી ઉલ્લંઘન કરવું તે. ક્ષેત્ર, વાસ્તુ, પરિમાણાતિક્રમ - ખેતર આદિ સ્થાવર વસ્તુનું પરિમાણ, સગર્ભા ગાય આદિને એક ગણીને તેના બચ્ચાનો જન્મ થયા પછી તેને પ્રમાણથી વધારે ન ગણવું તે, ઘણાં ઘર ભેળવીને એક ઘર કરી નાખી ઉલ્લંઘન કરવું તે. -ધારેલા મકાન વગેરેમાં ધાર્યા કરતાં અધિક માળ બંધાવવારૂપ ઉલ્લંઘન કરવું તે. 3. રૂપ્ય, સુવર્ણ, પરિમાણાતિક્રમ - સોના-ચાંદી આદિનું ધારેલું પ્રમાણ સ્ત્રી કે પુત્રના નામ પર ચડાવી દે, કે પોતાની સ્ત્રી કે પુત્રને આપી દઇ ઉલ્લંઘન કરવું તે. કુપ્ય પરિમાણાતિક્રમ - ત્રાંબાદિ ધાતુ અને રાચરચીલાના પ્રમાણનું નાનું મોટું કરી ઉલ્લંઘન કરવું તે. જેમ કે નાના થાળના મોટા થાળ કરાવીને સંખ્યા ઓછી કરી નાખી ઉલ્લંઘન કરવું તે. દ્વિપદ, ચતુષ્પદ પરિમાણાતિક્રમ - સ્ત્રી-પત્ની, દાસ-દાસી તથા જાનવરનું ધારેલું પ્રમાણ કરી ઉલ્લંઘવું તે, પાંચમા વ્રતના આ અતિચારો ન લાગે તેનો ઉપયોગ રાખવો. વિશેષ નોંધ) ૫. १७ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74