Book Title: Shravakna Bar Vratona Vikalpo
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

Previous | Next

Page 10
________________ ધ્યેય છે શ્રી અરિહંત દેવ, નિર્ચન્થ ગુરુ અને શ્રી તીર્થંકર પ્રરૂપિત ધર્મ એ જ સત્ય છે, એ જ મોક્ષદાયક છે, બાકી સર્વ અસત્ય છે, ભવમાં ભમાડનાર છે, એવી મારી સંપૂર્ણ શ્રદ્ધા છે. તારકશ્રી જિનશાસનની સેવામાં મારું તન, મન, ધન, કુટુંબ પરિવાર અને પ્રાણ સર્વસ્વ સમર્પણ છે. નિશ્ચયથી પરપુદ્ગલભાવને છોડી, શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણતા પામી, સ્વજીવનમાં સમ્યગજ્ઞાન-દર્શન-ચારિત્રની એકતા સાધવારૂપ સમ્યક્ત્વ પામવાનું ધ્યેય રાખવુ. ( અતિચારો ] સમ્યક્ત્વના પાંચ અતિચાર છે. તે નીચે પ્રમાણે શંકા - શ્રી જિનવચનમાં શંકા રાખવી તે. ૨. કાંક્ષા - અન્ય મતો વગેરેની અભિલાષા કરવી. " વિચિકિત્સા - ધર્મફળમાં સંદેહ રાખવો અથવા સાધુ-સાધ્વી આદિની નિંદા કરવી. મિથ્યાદ્રષ્ટિની પ્રશંસા-સન્માર્ગથી વિપરીતગામી, ઉન્માર્ગીઓના ગુણો વગેરેની પ્રશંસા કરવી. તત્સસ્તવ - ઉપર્યુકત કુમતિ કુલિંગીઓનો પરિચય કરવો. સમ્યકત્વ ગ્રહણ કરનારે આ અતિચારોને ટાળવા. મિથ્યાત્વના ૧૫ પ્રકારો | આભિગ્રહિક - પોતે ગ્રહણ કરેલા કુદર્શનનો આગ્રહ રાખવો તે. અનાભિગ્રહિક - સર્વ દર્શનને સરખા માનવા તે. આભિનિવેશિક - તત્ત્વ જાણવા છતાં અને ગુર્વાદિ સમજાવે છતાં સમ્યગ્દષ્ટિ પણ અહંકારથી કદાગ્રહ ન મૂકે છે. સાંશયિક અથવા સંસક્ત - શ્રી જિનમાર્ગમાં અસ્થિરતા રાખી જેવાના સંગે તેવા બની જવું તે. અનાભોગિક - અસંજ્ઞી જીવોને અનુપયોગપણે વર્તે છે તે, સાચું - ખોટું કાંઇ સમજવું નહિ તે અનાભોગ. લૌકિક દેવગત-રાગાદિ દોષવાળા અન્ય દર્શનીઓના દેવોને સુદેવ માનવા તે. - જે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74