Book Title: Shravakna Bar Vratona Vikalpo
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 16
________________ પૂિરક નિયમો ધર્મના સોગંદ ખાવા નહિ. સ્વપ્રસંશા અને પરનિંદા ન કરવી. મૂળથી જ ન હોય તેવું મોટું અને હડહડતું જુઠું બોલવું નહિ. પર-પીડાકર વચન સત્ય હોય તો પણ હાંસી કે આક્રોશ વગેરેથી પણ ન બોલાય તેનો ઉપયોગ રાખવો. ધર્મના વિષયમાં કે સિદ્ધાંતની વાતમાં ન જાણતા હોય તો મૌન રહેવું. પરંતુ અસત્ય પ્રતિપાદન કરવું નહિ કે સત્યનું ખંડન કરવું નહિ. હંમેશાં આગમાનુસારી વચનો બોલવાનો ઉપયોગ રાખવો. ઇત્યાદિ. ( જયણા ) અજાણપણાથી, પરાધીનતાથી, આજીવિકા સંબંધથી, ચાડી ચુગલી કરનારથી, ઘર પ્રસંગાદિ કારણથી અને સ્વ-પર રક્ષણ હેતુથી જવું બોલાય તેની તથા માલિકના અભાવે થાપણનો ઉપયોગ કરવાની યોગ્ય. જયણા કરવી. ધ્યેય ] ક્રોધ, લોભ, ભય વગેરેથી પણ જુઠું ન બોલવાનું ધ્યેય રાખવું. પ્રિય, હિતકર, સત્ય અને તે પણ અલ્પ વચન પ્રયોજન હોય તો સમજી-વિચારીને બોલવું, અન્યથા દ્રવ્ય અને ભાવથી મૌન કેળવવું. બાહ્ય વસ્તુઓમાં જેમ ઓછું બોલાય તેમ સત્યની વધારે રક્ષા છે. અતિચારો ] ૧. સહસાકાર - વિના વિચારે, ઉતાવળા થઇ, કોઇના ઉપર “આ ચોર છે.' ઇત્યાદિ અસદ્દોષારોપ મૂકવા તે અથવા સાકાર અભ્યાખ્યાન-આકાર વિશેષથી જાણેલ ખાનગી અભિપ્રાય પ્રગટ કરવો તે. રહસ્યભાષણ - કોઇની ગુપ્ત વાત જાહેરમાં મૂકવી તે, ચાડી ખાવી તે અને સ્ત્રી-પુરુષ કે અન્યની હાંસી -મશ્કરીમાં કાના ભંભેરણી કરવી તે. વિશ્વસ્તમંત્રભેદ - પોતાની સ્ત્રી વગેરે વિશ્વાસુની કરેલી વાત પ્રગટ કરવી તે. મૃષાઉપદેશ - ધર્મના નામે જુઠો ઉપદેશ, ખોટી સલાહ, અજ્ઞાત છે ૨. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74