Book Title: Shravakna Bar Vratona Vikalpo
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

Previous | Next

Page 6
________________ s પુસ્તિકા વાંચતા પૂર્વે ચાલો આટલું સમજીએ સ્વરૂપ - જે તે અણુવ્રતનું પરિપૂર્ણ સ્વરૂપ હોય છે તેને ગ્રહણ કરવું તે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. તેની શકિત ન ધરાવનાર માટે વિકલ્પો સમજી લેવા. વિકલ્પ વિકલ્પ મૂકેલ છે તે વિકલ્પોમાંથી સર્વ વિકલ્પો, અગર તો શક્ય વિકલ્પો સ્વીકારીને, અથવા લખેલ ન હોય તેવો શકય વિકલ્પ સ્વીકારીને પણ અણુવ્રતધારી બની શકો છો. પૂરક નિયમ - અણુવ્રત પાલનમાં સહાયક અને પૂરક તેવા નિયમો છે. શક્તિ મુજબ અવશ્ય સ્વીકારવા, જેથી લીધેલ વ્રતના પાલનમાં સ્થિરતા આવે અને વ્રત દઢ બને. અતિચાર - અતિચારોના સેવનથી વ્રત શિથિલ અને મલિન બને છે, તથા લાંબો સમય સેવવાથી વ્રતભંગ થવાનો ભય ઊભો થાય છે; માટે અતિચારો સેવાયા હોય તો તરત ગુરુભગવંત પાસે પ્રાયશ્ચિત્ત લઇ શુદ્ધિ કરી લેવી. જયણા - જીવનમાં કોઇ પણ વ્યાજબી કારણસર તે તે વ્રત-નિયમના પાલનની શકયતા ન હોવાથી જે વિકલ્પ રાખવામાં આવે છે તે જયણા. આગાર - વ્રતમાં શાસ્ત્રમાન્ય છૂટ તે આગાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 74