________________
સમ્યક્ત્વ મૂલક બાર વ્રતોનો મહિમા
બાર વ્રત એટલે આલોકના પણ નિરર્થક માનસિક સંતાપોમાંથી સહેલાઇથી છૂટકારો મેળવવાનો માર્ગ.
બાર વ્રત એટલે દુર્ગતિના દરવાજા બંધ કરી સદ્ગતિ મેળવવાનો પાસપોર્ટ.
બાર વ્રત એટલે ‘વિણ ખા: વિણ ભોગવ્યાં...’ બંધાતાં અનેક ફોગટ કર્મબંધમાંથી છૂટકારો મેળવી થોકબંધ પુણ્ય બાંધવાની માસ્ટર કી.
બાર વ્રત એટલે મોક્ષમાર્ગમાં ચડવાનો રાજમાર્ગ.
બાર વ્રતં એટલે નાદુરસ્ત શ્રાવક જીવનમાંથી તંદુરસ્ત શ્રાવકપણું પ્રાપ્ત કરવાનો કીમિયો.
સકલ શ્રીસંઘમાં નાનામાં નાની વ્યક્તિથી માંડીને મોટામાં મોટી વ્યક્તિ અતિસરળતાથી ગ્રહણ કરી શકે એવા અદ્ભુત બાર વ્રતનો મહિમા જેટલો ગાઇએ તેટલો ઓછો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org