Book Title: Shravakna Bar Vratona Vikalpo
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

Previous | Next

Page 3
________________ યત્કિંચિત્ ] અદૃષ્ટમૂળ આ ઘોર સંસાર અટવીમાં જીવો વિષય કષાયમાં રાચીમાચીને મિથ્યાત્વને દઢ કરતા અનંત કાળ સુધી રખડ્યા કરે છે. એમાં અનંતી પુણ્યરાશિ એકઠી થાય ત્યારે મનુષ્ય જન્મ મળે છે. વળી આપણાં તો એટલાં ખુશ નસીબ છે કે નાસ્તિતા અને ભોગની ભૂતાવળથી ભરેલા આ કલિકાલમાં સર્વજ્ઞ ભગવંતનું શાસન અને સુગુરુનો જોગ પ્રાપ્ત થયો છે. ભવિતવ્યતા અને કર્મ આપણને બધી અનુકૂળતા કરી આપી છે. હવે આપણુ કલ્યાણ-અકલ્યાણ આપણા જ હાથમાં છે. એ પણ હજુ ઓછું હોય તેમ પ્રભુએ જગહિત કામનાથી જ સર્વવિરતિ અને દેશવિરતિ રૂપ બે ધર્મ પ્રરૂપ્યા છે, જેને આપણે સરળતાથી સમજી લઇએ તો પ્રભુના જ્ઞાન ઉપર આફરીન પોકારી ઉઠીએ. પૂજ્ય ગુરુદેવશ્રીના વિ.સં. ૨૦૫૪ના રાજકોટના આધ્યાત્મિક જાગૃતિ લાવનાર અતિ યાદગાર ચાતુર્માસમાં પણ અંતે કળશરૂપ બારવ્રત ગ્રહણનું અનુષ્ઠાન દબદબાભેર સંપન્ન થયું. જેમાં ત્રણસો જેટલા આરાધક શ્રાવકશ્રાવિકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તેના અનુલક્ષમાં શ્રાવકનાં વ્રતોની સંક્ષિપ્તમાં સમજણ આપતી પુસ્તિકા બહાર પડી હતી. આ પુસ્તિકાની નકલો ચપોચપ ખલાસ થઇ જતાં રાજનગરમાં ઘણા આરાધક આત્માઓમાં પુસ્તિકાની ઘણી માંગ હોવાથી અમુક શ્રાવકોની આર્થિક સહાયથી પુસ્તિકાનું પુનઃ પ્રકાશન ગીતાર્થ ગંગા સંસ્થા કરી રહી છે. ત્યારે આ પ્રસંગે એટલું જ કહેવાનું કે બાર વ્રતોના વિકલ્પો એકબીજામાં ભેળસેળ ન થઇ જાય અથવા શાસ્ત્ર દૃષ્ટિએ જે વ્રતનો વિકલ્પ શ્રાવક માટે અશક્ય હોય તેવો લખાઇ ન જાય તેવી ચીવટદૃષ્ટિથી પૂજ્યશ્રીએ અમને બધાને માર્ગદર્શન આપ્યું. એટલે આપણે પરમોપકારી ગુરુદેવશ્રીનો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે. સંપાદક સાધુ સાધ્વીજી ભગવંતો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 74