________________
૧૯ ઉક્ત રીતે સ્વસ્તિક (સાથી) રચીને ઈચ્છવાનું અથવા પ્રાર્થવાનું કે હે ત્રિલોકનાથ! આ ચાર ગતિમાંથી મને મુક્ત કરી જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ દાન દઈ અજરામર મોક્ષસ્થાન પ્રાપ્ત કરવા શક્તિમાન્ કરે.
ચૈત્યવંદન એકાગ્ર ચિત્તથી કરે અને પિતાના આત્માની સ્થિતિને વિચાર કરતો થકે પ્રભુની સ્તવના કરે. ચૈત્યવંદન વિધિ પૂર્ણ કરી પ્રભુ સન્મુખ ઉભા રહી પોતાના આત્માની નિંદા કરે અને પ્રભુના ગુણની ભાવના ભાવે. પછી વાંદણુના આવતે વિધિ સાચવી પચ્ચખાણ પ્રભુ સન્મુખ લે.
પૂજા કરવાની વિધિ. સવારના પૂર્વોક્ત કહેલ તે પ્રમાણે પ્રાતઃસ્મરણ કર્યા પછી ઘરવ્યવહારના કાર્યથી નિવૃત્ત થઈ પ્રભુપૂજન માટે ત્રસારિક જીવરહિત પવિત્ર ભૂમિ ઉપર અચિત્ત અને ઉષ્ણ ગળેલ પાણીથી સ્નાન કરવું. જે શરીરના કેઈ ભાગમાંથી રસી કે પરૂ નીકળતું હોય તે તેણે અંગપૂજા ન કરવી. અગ્રપૂજા અને ભાવપૂજા કરવી. સ્નાન કીધા પછી રૂમાલ પ્રમુખથી અંગ લુંછન કરી કામળી પહેરવી. શુદ્ધ જમીનમાં થઈને પવિત્ર સ્થાનકે આવી મનોહર, નવીન, ફાટેલ કે સાંધેલ નહીં એવું સફેદ વસ્ત્ર પહેરવું. બીજાએ પહેરેલું અથવા જે વ
થી લઘુનીતિ, વડીનીતિ કે મૈથુનાદિક કીધું હોય તેવું વસ્ત્ર પહેરવું નહિ. શુદ્ધ સફેદ વસ્ત્ર ન હોય તો રેશમી રંગીન વસ્ત્ર પહેરવું, અને અખંડ ઉત્તરાસણ જમણું બાજુથી રાખવું. જો કે રેશમી વસ્ત્ર પવિત્ર માનેલું છે, પરંતુ ભેજનાદિકથી અપવિત્ર થયેલું રેશમી વસ્ત્ર પૂજામાં ન રાખવું જોઈએ. ટુંકામાં પ્રભુપૂજામાં વાપરવાનાં વસ્ત્ર પ્રભુપૂજા સિવાય બીજે ક્યાંય વાપરવાં નહીં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org