________________
૯ શયન–જેના ઉપર બેસી કે સુઈ શકાય તેવાં પાટ, પલંગ, માંચા,
તળાઈ, ગાદી પ્રમુખનું પ્રમાણ કરવું. ૧૦ વિલેપન–ચંદન, બરાસ, ઔષધ પ્રમુખ શરીરે ચોપડવા
એગ્ય દ્રવ્યનું પ્રમાણ કરવું. ૧૧ બ્રહ્મચર્ય-મન, વચન અને કાયાથી સર્વથી કે દેશથી દિવસે
કે રાત્રે પાળવા નિયમ રાખ. ૧૨ દિશિ–દિકવિરમણ નામના છઠ્ઠા વ્રતમાં કરેલ નિયમને દિશા
વિદિશાના પ્રમાણને નિયમ કરે. ૧૩ સ્નાન–આખા શરીરે સર્વ સ્થાન અને હાથ પગની શુદ્ધિરૂપ
દેશસ્નાનનું પ્રમાણ કરવું. ૧૪ ભક્ત–ભજન (ખાનપાન) સંબંધી સુખે નિર્વાહ થાય તેટલું પ્રમાણ કરવું.
અભ્યાસયેગે જેમ જેમ સંતોષવૃત્તિ વધતી જાય તેમ તેમ વસ્તુઓને સંક્ષેપ કરે. પંદર કર્માદાન પૈકી બધાને કે બને તેટલોને ખાસ ત્યાગ કરે.
શ્રી શ્રાવકના ર૧ ગુણનું વર્ણન. આ ભયંકર અને પારાવાર સંસાર ભ્રમણમાં ભમતાં થકા જીવને મનુષ્યજન્માદિ ઉત્તમ સામગ્રી મળવી અતિ દુર્લભ છે, કદાચ તે મળે તે પણ શુદ્ધ ધર્મની એગ્યતા પ્રાપ્ત થવી બહુજ મુશ્કેલ છે, તો પછી શુદ્ધ ધર્મની પ્રાપ્તિની દુર્લભતાનું તે કહેવું જ શું? માટે જ્ઞાની મહારાજ ધર્મની યોગ્યતા પામવાના શ્રાવકના ૨૧ ઉત્તમ લક્ષણરૂપ ૨૧ ગુણનું કાંઈક ટુંક સ્વરૂપ બતાવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org