________________
૧૭ર
કર્તવ્ય સમજીનેજ કેઈની કંઈ પણ અપેક્ષા રાખ્યા વિના જ પરેપકાર કર્યા કરે એવા ઉત્તમ સ્વભાવને સ્વાભાવિક રીતે ધરનારા ભવ્ય આત્મા.
૨૧ લબ્ધલક્ષ–કઈ પણ કાર્યને સુખે સાધી શકે એ કાર્યદક્ષ.
શ્રી બાર વ્રતની સંક્ષિપ્ત ટીપ.
સમ્યકત્વ. ૧ શુદ્ધ દેવ—તે શ્રી અરિહંત (અઢાર દુષણ રહિત). ૨ શુદ્ધ ગુરૂ–તે પંચ મહાવ્રતના પાળવાવાળા સુસાધુ. ૩ શુદ્ધ ધર્મ–તે કેવલિભાષિત.
આ ઉપર પ્રમાણે ત્રણ તત્ત્વ મારે માનવાં. અન્ય મિથ્યાત્વી દેવ ગુરૂ આદિકને કારણસર નમવું પડે તે વ્યવહાર સાચવવાની જચણ. સ્વલિંગી (વેષધારી)ને વ્યવહારથી તથા ઉપકારબુદ્ધિથી વંદનાદિક કરવું પડે તેની જયણા, ભૂલથી અતત્ત્વને તત્વ અને અધમને ધર્મ મનાઈ જાય તેની જયણા.
રેજ સવારના બનતાં સુધી ઓછામાં ઓછું નવકારશીનું પચ્ચખાણ કરવું અને સાંજે દુવિહાર કે ચોવિહાર કરે.
શક્તિ પ્રમાણે દર વર્ષે રૂ. સાત ક્ષેત્રમાં વાપરવા. સાત ક્ષેત્રનાં નામ (૧) સાધુ (૨) સાથ્વી (૩) શ્રાવક (૪)શ્રાવિકા (૫) દેરાસર (૬) જેની પ્રતિમાં અને (૭) જ્ઞાન.
દેરાસરનો જોગ હોય, ત્યાં જ એક વખત દર્શન કરવા અને પૂજાની જયણ. જે દિવસે દર્શન ન થઈ શકે તે દિવસે ત્યાગ કરવો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org