Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
- આ શ્રાદ્ધગુણવિવરણ ગ્રંથ ઉપર્યુકત સવ માહાસ્યથી ભરપૂર છે. અને ગૃહસ્થ શ્રાવકને ધમનો અધિકાર પ્રાપ્ત કરવામાં જે ગુણોની આવશ્યકતા છે, તેને યથાર્થ રીતે બતાવનારે છે. અને ધમના અધિકારી કેણ? એ પ્રશ્નનો યથાર્થ નિર્ણય કરાવનારે છે. જેઓએ શ્રાવકપણુંનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવા નિશ્ચય કર્યો હોય, એટલે કે જેને આપણે શુધ્ધ શ્રાવક કહીએ છીએ, તેઓ આવા ગ્રંથના પ્રથમ પદે અધિકારી છે અને ખાસ કરીને તેવાએને જ ઉદેશીને આપણું મહોપકારી મહાત્માઓએ આવા ગ્રંથ લખેલા છે. એટલું જ નહિ પણ સર્વમાન્ય સર્વોપયોગી થઈ શકે તેમ પણ છે. આવા ગ્રંથો વાંચી, વિચારી ગૃહસ્થાવાસીઓ પોતાના યથાર્થ સ્વરૂપને સમજી શકે છે અને
પરિણામે ધમના પૂર્ણ અધિકારી વર્ગમાં દાખલ થઈ શકે છે. - ગૃહસ્થવગના ઉભય લોકના શ્રેયને સાધનારા આ ગ્રંથની અંદર તેના કર્તા પરમષિ શ્રી જિનમંડનગણીએ ગૃહસ્થ ધર્મનું પ્રતિપાદન કરવાને શ્રાવકના પાંત્રીશ ગુણનું યથાર્થ વન કરી બતાવ્યું છે અને પ્રસંગોપાત મનન કરવા યોગ્ય દિષ્ટાંત આપી ગૃહસ્થ જીવનનું પરમ સાધ્ય જે ગુણે છે, તેનું છટાદાર ખ્યાન આપેલું છે. ગૃહસ્થધમ મુનિધમથી સરળ અને સુસાધ્ય છે, તેથી તેની આઘ ઉપયોગિતા સિદ્ધ કરવાને ગ્રંથકારે તે ઉપર અનેક પ્રકારે ઉલ્લેખ કરેલો છે.
ગ્રંથના આરંભમાં શ્રાવક શબ્દના અર્થનું ગૌરવ ભરેલું પ્રતિપાદન કરવામાં કર્તાએ પોતાના પાંડિત્યને પ્રભાવ સારી રીતે બતાવી આપે છે. અને શ્રાવકના સત્ય લક્ષણે શાસ્ત્રીય પ્રમાણોથી ઉત્તમ પ્રકારે સિદ્ધ કરી બતાવ્યા છે. તે પ્રસંગે શ્રાવકધર્મનું સ્વરૂપ, ધર્મોપદેશ આપવાની યેગ્યતા અને તેના પ્રકારો હદયગ્રાહી દષ્ટાંતોથી એવા ઉત્તમ પ્રકારે દર્શાવ્યા છે કે જે વાંચવાથી સામાન્ય વાચકોને પણ તે સરલતાથી ગ્રાહ્ય થઈ શકે તેમ છે.
ધમના સામાન્ય અને વિશેષ-એવા બે પ્રકાર છે. સમ્યફ વર્તન એ સામાન્ય ધર્મ અને બારવ્રતાદિરૂપ-એ વિશેષ ધર્મ ગણાય છે. તેમાં સામાન્ય ધમ હોય તે જ વિશેષ ધર્મ સુભિત થાય છે. આ લેખમાં કર્તાએ સામાન્ય ધમનું સ્વરૂપ દર્શાવ્યું છે અને તેની અંદર ગૃહસ્થ શ્રાવકના ગુણોનું પ્રતિપાદન કરેલું છે. પ્રથમ ગૃહસ્થ શબ્દને અર્થ “દૈઃ રણતિતિ વૃદિશઃ' એટલે સ્ત્રી સાથે ઘર માંડીને રહે તે ગ્રહણ કહેવાય છે. તે ગૃહવ્યવહારની સ્થાપના વૈભવને લઈને બને છે અને તે વૈભવ ન્યાયથી મેળવવો જોઈએ, માટે ગૃહસ્થનું પ્રથમ લક્ષણ સ્વાઇનંgmવિમg:” એમ બતાવવામાં આવ્યું છે. શુધ્ધ વ્યવહારથી (ન્યાય-પ્રમાણિકપણાથી) ઉપાર્જન કરેલી સંપત્તિ ગૃહસ્થ અને તેના પરિવારને સુખકારી થાય છે. અને તેથી ગૃહાવાસના સુખો નિ:શંકપણે ભોગવાય છે. અન્યા
પાજિત સંપત્તિ શંકા અને ભયનું સ્થાનરૂપ બની આ લોક તથા પરેલેકમાં અનર્થનું કારણ થઈ પડે છે. આ વિષે ગ્રંથકર્તાએ સ્પષ્ટ વિવેચન કરી અને ચરિ