Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library

View full book text
Previous | Next

Page 11
________________ જ પ્રકટ કરી શકાય છે, અને તેથી ખરેખરી માનસિક ઉન્નતિ મેળવી શકાય છે. કે આ સંસારના નિત્ય વ્યવહારમાં રહીને ધમનો અધિકાર અથવા ધમની યેગ્યતા પ્રાપ્ત કરવા માટે તેવા ઉચ્ચ ગુણની પૂર્ણ આવશ્યકતા છે. મનુષ્યને આ સંસારમાં અનેક પ્રકારની પ્રકૃતિએના સંસર્ગમાં આવવું પડે છે તેથી પિતાને અવશ્ય કર્તવ્ય જે જે વ્યવહાર હોય તેમાં જે જે પ્રકૃતિને વેગ થાય તેને પિતાના વ્યાવહારિક કાર્ય એટલે જ સંબંધ રાખી પિતાના મુખ્ય નિશ્ચયમાં વિક્ષેપ થવા દેવો નહિ. આપણું શુભ નિશ્ચયને વિરોધી એવા વિચારથી તણાઈ જવા કરતાં, આપણું શુભ વિચારમાં અન્ય જને દેરાય તેમ કરવાને યત્ન રાખ, મત્રી આદિ ઉત્તમ ભાવનાઓથી ઘેરાઈ સર્વ પ્રાણી માત્ર તરફ વાત્સલ્ય પ્રેમ પ્રસાર અને સર્વોપયોગી ગુહાવાસમાં રહીને પણ અનાસકિત રાખી, સમભાવે વત્તી મનુષ્યજીવનને ઉન્નત કરતાં જવું, એ ઉત્તમ શિક્ષણના પાઠ ગુણ મેળવવાથી જ પ્રાપ્ત કરી શકાય છે. આહાર, વિહાર, વિચાર, વાંચન, સંગત, વ્યવહાર આદિ પ્રવૃત્તિમાં જે ઉત્તમ ગુણોને પ્રકાશ પાડવામાં આવશે, તે પછી તમને આ વિષમય સંસાર પણ અમૃતમય લાગશે, કેઈ સ્થાને દુરાગ્રહ કે અનાદરની બુદ્ધિ ઉત્પન્ન થશે નહિં; કેઈ પ્રિય પદાર્થને અભાવે કલેશ થશે નહિ, પરજીવનમાં પણ સ્વજીવન એટલે સુધી ભળી ગયેલું લાગશે કે અન્યના હર્ષશેકથી તમને હર્ષશેક થયા વિના રહેશે નહિં અને શકિત અનુસાર સર્વને સહાય કરવાની પણ ઈચ્છા થશે. ઉન્નત વિચારો અને ભવ્ય ભાવનાઓ શુદ્ધ થયેલા તમારા અંતઃકરણરૂપી દર્પણમાં વધારે સ્પષ્ટ રીતે પ્રતિબિંબ પામશે. અકસ્માત તમને તમારી ઉમદા આશાઓ અને ઈચ્છાઓ પૂર્ણ થતી જણાશે, જેન- આગમના તનું જ્ઞાન અને તેના ખુલાસા સ્વતઃ પ્રાપ્ત થઈ આવશે, તમારી દષ્ટિ જ કઈ દિવ્ય પ્રકારે ખુલી જશે. શંકા, આકાંક્ષા, જડતા, પ્રમાદ, આલસ્ય, વિષયભોગેચ્છા, મિથ્યાત્વ, અસ્થિરતા તથા ચંચળતા વગેરે દેશે તમારાથી દૂર રહેશે, અને ભવ્ય જીવનનું સ્વરૂપ પ્રાપ્ત કરી તમે ધમના પૂર્ણ અધિકારી થઈ શકશે. આવી રીતે ધમની સંપૂર્ણ વેક્યતા ગુણોથી જ મેળવી શકાય છે, એ વાત સર્વ પ્રકારે સિદ્ધ થાય છે. હવે તે ગુણેનું સ્વરૂપ કેવું છે અને તે ગુણો મનુષ્યને તેના જીવનમાં કેટલા લાભકર્તા છે? તે વિષેનું સવિસ્તર અને દષ્ટાંત સહિત વિવેચનનું જ્ઞાન પ્રત્યેક શ્રાવકે સંપાદન કરવું જોઈએ. અને તે જ્ઞાનને પોતાને નિર્મળ ચરિત્રમાં ઉતારવું જોઈએ. તેમ કરવાથી ગૃહસ્થાવાસમાં રહેલા ધર્માધિકારી શ્રાવકમાં સાંસારિક ઉન્નતિની, અનુભવસિદ્ધ ધર્મકાર્યની, નીતિના નિમલ બેધની અને છેવટે આત્મજ્ઞાનની ભાવનાઓ સંકુરિત થાય છે, તેમજ પોતાના ઉચ્ચ આશાનું અને મહાપ્રભાવિક સમકિતનું મહાબળ પણ પ્રગટ થાય છે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 274