Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 8
________________ આણ પાલે સાહિતા'તૂસે..... જગતના જીવ માત્ર પ્રત્યેની કરૂણા જેના હૈયે વસે તે તીર્થકર બને. એવા તીર્થકરો જીવોને જે જે કરવાનું કહે અને જે જે ના કરવાનું કહે, તે વિધાન અને નિષેધ બંને પ્રકારની આજ્ઞા પાછળ પ્રેરક બળ તો જીવો પ્રત્યેની કરૂણ બુદ્ધિ જ છે, હિતકારક દ્રષ્ટિ જ છે. | . આવા કરૂણનિધાન પ્રભુની સેવા કરવાનું કોને મન ન હોય ? પણ એ પ્રભુની સેવા કરતાં પહેલાં એક કાર્ય કરવાનું હોય છે. અને એ છે આજ્ઞાપાલનની તૈયારીનું.. પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજા:આ વાત બહુ સુંદર શબ્દોમાં મૂકી છે. તાહરી આણ હું શિર ધરું, આદરું તાહરી રોવ રે... " . . પહેલાં તારી આજ્ઞા શિરરાવંઘ કરું. મસ્તકે ચઢાવું, પછી તારી રોવા કરે. આપણે ત્યાંની પ્રણાલિકા પણ કેટલી અર્થગ છે !પuતા-lી પૂજા કરવા જતાં પહેલાં ભાલસ્થલમાં આજ્ઞાચક્રમાં તિલક કરવાનું હોય છે, પછી જ દર્શન, વંદન ને પૂજમાં પ્રવૃત્ત : થવાનું હોય છે. ' સુખી થવાનો પર ઉપાય જ આ છે. તેમણે કહેલું કરે સુખો જ થાય, કારણ આવા ખંડ: એ જ દુઃખનું કારણ છે.' પ્રભુના શારાનમાં ઝીણામાં ઝીણી બાબતો વિચારણા કરામાં આવી છે. સંસારલક્ષી પ્રવૃત્તિઓની આજ્ઞાભિષેધાત્મક હોય છે અને આતાલી. પ્રવૃત્તિઓની આજ્ઞા વિધેયાત્મક હોય છે. બીજી રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે મો પુરુષાર્ધમાં વિધેયાતક આજ્ઞા અને અર્થ-કામ પુરૂષાર્થમાં નિષેધાત્મક આંજ્ઞા હોય છે. પુરૂષાર્થની ગંગા ભગવાન ૧૫મદેવથી શરૂ થયેલી છે. તે કિનારા છે. આ તરફનો કિનારો ધ પુરુષાર્થ છે. અને સામો કિનારો મોકા પુરૂષાર્થ છે, જ્યારે વચમાં પાણીના પ્રવાહ રૂપે બાકીના બે, અર્થ અને કામ પુરુષાર્થ છે. ધર્મથી અર્થ અને કામ નીપજે છે. જેમ નદીના કિનારે ગમે તેટલો સમય બેરી શકાય, ઘર પણ બાંધી શકાય પણ નદીના પ્રવાહમાં, જળમાં ઝાઝું રહી નિકાયા જેટલો સમય વિતાવીને ફરી પાછા કિનારે આવી જવાનું હોય છે, તેમ અર્થ-કામ જરૂર પુરતાં (ધર્મને બાંધક ન બને તેટલાં) સેવીને વળી ધર્મમાં સ્થિર થવાનું છે. આમ, વિધેયાત્મક અને નિષેધાત્મક બંને સ્વરૂપે આજ્ઞા પાળવાની છે. અહીં આ પુસ્તકમાં, ભાઈ અતુલકુમારે (હાલ મુનિ હિતરુચિવિજયજી) પ્રભુ આજ્ઞાને કેન્દ્રમાં રાખીને કેટલીક મહત્ત્વની વિચારણા રજૂ કરી છે.." . - આપણી ચાલ પ્રવૃત્તિઓ અંગે હવે પાયાથી પુનઃ વિચારણા કરવાનો આવી ગયો છે, પાછા ફરવાની મુદત પકી ગઈ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 104