Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
સમજી શકે છે. તેથી આ ગ્રંથને હિંદી અનુવાદ કરવાની આવશ્યકતા અમને જણાઈ. આ અનુવાદ બધાને ઉપયેગી થાય તેથી જ્યાં સુધી બન્યું ત્યાં સુધી સંક્ષિપ્ત, ચરળ અને બોધક બનાવવાની સામગ્રી, સમય અને સાધન પ્રમાણે એકત્ર કરવાનો અમે પ્રયત્ન કર્યો. આ ગ્રંથ પ્રત્યેકને ઉપયોગી થશે એમ અમારું માનવું છે.
અન્ય વિદ્વાનોની સરખામણમાં મારે હિંદી ભાષાનો અભ્યાસ અને અનુભવ ઘણો જ ઓછો છે, છતાં. યથાશક્તિ યતનીયમું આ પ્રાચીન ઉક્તિ અનુસાર મારી અલ્પ મતિ અનુસાર કરેલે પ્રયત્ન બાળક માટે ખચીત બોધપ્રદ નીવડશે તે નિશ્ચિત છે.
અંતિમ અભિલાષા
આ પુસ્તકને જિજ્ઞાસુ વાચક સમક્ષ મૂકતા હું અંતમાં નેહભાવથી સૂચન મૂકવાનું આવશ્યક સમજુ છું કે આ ગ્રંથમાં ભાષા આદિની રહી ગયેલી ક્ષતિઓ સુહૃદભાવથી મને જણાવે.
પિતાને ઉત્કર્ષ ઈચછના વ્યક્તિ પોતાના સર્જનને કયારે પણ પૂર્ણ માનતો નથી. કારણકે કાલનો અનુભવ આજની દષ્ટિએ અધૂરા લાગે છે. લોકકિત અનુસાર અમને પણ આ અનુભવ છે.
પહેલે ભાગ છપાતાં ઘણો સમય વ્યતિત થયો. આ પુસ્તક ઉતાવળે છપાય તે માટે ઘણા સજજનોએ સૂચન કર્યું હતું, એ સૂચનના ફળસ્વરૂપ અત્યારે આ પુસ્તક વાચકેના કરકમળમાં મૂકવાની તક મળી છે.
શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરવરજી જન જ્ઞાનશાળા. પાંજરાપોળ, અમદાવાદ | મનિ નિરંજનવિજય વિક્રમ સંવત ૨૦ ૦૮ ચૈત્ર શુકલ પંચમી, રવિવાર