Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04 Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (3) तत्र एतन्नामाख्यातयोल क्षण प्रदिशन्ति भावप्रधान आख्यात', सत्त्वमचानानि नामानि । म વિધાનમાં એવું જણાય છે કે નિઘઓ કે જે પોતાને મતે નામ, આખ્યાત, ઉપસર્ગ અને નિપાત એમ ચાર પ્રકારના છે. એમનાં લક્ષણ આપવાનો યાસ્કનો ઉપક્રમ છે. હવે પ્રતિજ્ઞા એવી કરી છે કે, “આને (અનુક્રમે) નામ અને આખ્યાતનું લક્ષણ કહે છે”—અને પછી પહેલું નામનું લક્ષણ અપાવું જોઈએ અને પછી આખ્યાતનું આપવાનું હોય તે ક્રમને ઉવેખીને પહેલાં “મારવાનું લક્ષણ બાંધવાનો પ્રયાસ થયો છે અને પછી નામનું. તેમાં પણ “માથાત”નો એકવચની સંદર્ભે અપાયો છે જ્યારે “નામ'ને બહુવચની ! (૪) એ પછીનું વિધાન –તચત્ર મે માવાને માતઃ | વગેરેમાં જે સંદિગ્ધતા રહી જાય છે તે વિદ્વાનોને સુવિદિત છે. ડે. સરૂપ અને પ્રો. રાજવાડે વગેરેએ જે ભારે પરિશ્રમથી સમજતી આપી છે તે સ્તુત્ય છે. જ્યારે દુગાચાર્ય અહીં નિશાન ચૂકતા જણાય છે. સંદિગ્ધતા એ યાસ્કની શૈલીની એક કરામત લેખવી પડશે કેમ કે એકાધિક સ્થળે એવું જોવા મળે છે, “મૂર્ત સમૂત સવનામમિ માં ફક્ત “નામ:' હોત તો પણ ચાલી શક્ત-વળી આખ્યાત અને નામના સાધારણ અને વિશેષ ઉલ્લેખની યાસ્ક ચર્ચા કરે છે ત્યાં પણ ‘અઢ: તિ રવાનામુવાઃ ' એ પ્રયોગ છે. ચર્ચા “નામ”ની છે. દ્રવ્યની નહિ. એટલે આ વિગત આપી જ ન હોત તો પણ ચાલી જાત. , : (૫) એ પછી મુદ્રિત આવૃત્તિઓમાં શબ્દના નિત્યાયિત્વની ચર્ચાના સંદર્ભમાં ઔદુમ્બરાયણને મત અને તેની વિશેષ ચર્ચા આવે છે. જે કદાચ ચતુર્વિધપદની વાત કર્યા પછી તરત લઈ શકાઈ હેત. આ અંગે આધુનિક વિદ્વાનોએ યોગ્ય ઊહાપોહ કર્યો છે. આપણે એમ વિચારીશું કે, આ અંશ. મૂળ યાસ્ક ગોઠવેલા સ્થાને જ છે. ફક્ત એટલું કહીએ કે આવી અનિયમિતતા અથવા રસળતી શૈલી એ એમની આગવી લાક્ષણિકતા છે. અર્થાત વ્યવસ્થિત અવ્યવસ્થામાં તેઓ રાચે છે. (૬) આ પછી “ઉપસર્ગ' અને “નિપાત ને વિચાર આવે છે પણ ઉપસર્ગનું લક્ષણ બાંધવાને વાસ્ક પ્રયત્ન કરતા નથી. ઉપસર્ગોની વિશેષ ચર્ચામાં ઊતરતા પહેલાં તેમના વાચકવદ્યોતકત્વ અંગે વિમર્શ તેઓ કરી લે છે. નિપાતનું લક્ષણ કહે કે નિર્ભ રત્વ કહે અધ્યાય ૧ દ્વિતીય પાદના આરંભે યાક ટાંકે છે સાથે ત્રિવિધ વગીકરણ પણ આપે છે. નિપાત ઉપમાથક, કમેપસંગ્રહાથક અને પદપૂરક હોય તેવું તેમને અભિપ્રેત છે. પણ કદાચ વળી બીજા અર્થમાં પણ” એ ચોથે પ્રકાર પણ તેમને અભિપ્રેત જણાય છે. જો કે તેને તેમણે નિર્દેશ આપ્યો નથી. એટલું જ નહિ પણ “કર્મોપસંગ્રહ’ નિપાતની સમજૂતી આપ્યા પછી પણ એ સમજૂતીની બહાર રહે તેવા નિપાત તે વર્ગમાં ભેગાભેગી તેમણે વિચારી લીધા છે (અધ્યાય ૧-૩). “વ' અંગેની ચર્ચા એવી રીતે કરી છે કે એમના પિતાના મત વિષે સંદિગ્ધતા જેવું રહી જ જાય છે? આ સમગ્ર ચર્ચા પછી ફરી યાસ્ક નોંધ આપે છે કે આ ચાર વર્ગોનું નિરૂપણ થયુ' તિ इमानि चत्वारि पदजातानि अनुक्रान्तानि नामाव्याते चापसग'निपाताश्च । એ પછી નામો આખ્યાતમાંથી જન્મેલા છે કે નહિ એ અંગેની રસપ્રદ ચર્ચા યાસ્ક આપે છે. તેમને શાકટાયનના મત વિષે આદર હોય તેવું જણાય છે. જો કે બધે તેઓ શાકટાયનના મતનો એક સરખો આદર કરતા નથી. જેમ કે “સત્ય' પદના નિવચનના સંદર્ભમાં, આ પહેલાં એક વિગત નોંધવાની રહી ગઈ કે ઉપસર્ગોની ચર્ચા કર્યા પછી તેમણે નોંધ આપી છે કે તે ૩પેક્ષિતયા: ‘તેમને ઝીણવટથી ચકાસીને જેવા વિચારવા’ ‘ઉપેક્ષા’ શબ્દને તેમણે તેના યૌગિકાર્થમાં જ પ્રો છે. તેને રૂઢ અર્થ બંધાયોને પહેલાં આ સમય હશે એવું વિચારી શકાય. ૯૪] [ સામીપ્ય: કબર, '૯૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 108