Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂવે અમેરિકામાં ભારતીય ઋષિઓનાં ભ્રમણનાં મહાન વૃત્તાતો નિ:સંદિગ્ધ અને સત્ય છે. શ્રી ૨૬ નામના પાશ્ચાત્ય વિદ્વાને ૫ આ સંદર્ભમાં કલમેન, હાડી, સ્કાર, જહીં, બેરનહથ બૅટ, સર વિલિયમ જન્સ, સેલેકસ ડેલ માર વગેરે પાશ્ચાત્ય વિદ્વાનોના મત ઉદ્ધત કરી મધ્ય અમેરિકાના મેકિસકામાં ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસારની બાબત સિદ્ધ કરી છે. શક્ય છે કે સદર ભૂતકાળમાં મય અને એના વંશજો કોઈ કારણોસર પુરાણના પાતાળલોક એવા મધ્ય અમેરિકાના મેકિસકોમાં જઈને વસ્યા હોય. આ અનુમાનને એ બાબતથી પણ સમર્થન મળે છે કે આજે પણ મેકિસકને ઈજનેરી વિદ્યામાં. અમેરિકામાં સૌથી વધારે કુશળ મનાય છે, “મય’ શબ્દનું અપભ્રંશ થઈ “માયા' શબ્દ બનેલો છે અને આજે પણ મેકિસકોમાં જાતિ મુખ્ય પુરુષના નામ પરથી ઓળખાય છે, એ હકીકતને ધ્યાનમાં લઈએ તે, હજારો વર્ષ પૂર્વે ભારતીય મય અને તેના વંશજો પાતાળભૂમિ મેકિસકોમાં જઈને વસ્યા હેય તેમ ન માનવાનું કોઈ કારણ નથી. ઈ. સ. ૧૮૫૬ માં પકોક નામના વિદ્વાને પોતાના ગ્રંથ “ઇન્ડિયા ઈન ગ્રીસ” (પૃ. ૪૧૦)માં સિદ્ધ કર્યું જ છે કે પ્રાચીન ભારતીયોના ઉપનિવેશે યુનાન, એશિયા, યુરોપ, આફ્રિકા અને અમેરિકામાં સ્થપાયા હતા જ. . આ સમગ્ર ચર્ચાના અંતે એ પ્રશ્ન અવશ્ય થાય કે મય એ એતિહાસિક વ્યક્તિ હશે કે માત્ર પૌરાણિક પાત્ર ? આના ઉત્તરમાં એમ કહી શકાય કે કેટલીક બાબતોની અનિશ્ચિતતા હોવા છતાં, પં. બલદેવ ઉપાધ્યાય, ૧૬ વિદ્વાને વાસ્તુવિદ્યાને વિશ્વકમ મય આદિ પ્રસિદ્ધ આચાર્યોને અતિહાસિક વ્યક્તિ માને છે. શ્રી. તારાપદ ભટ્ટાચાર્ય નામના વિદ્વાને તે પિતાના “એ સ્ટડી ઑફ વાસ્તુવિદ્યા' નામના ગ્રંથમાં આ આચાર્યો અને તેમના ગ્રંથોની એતિહાસિકતા સિદ્ધ કરી છે. મયના નામે ઉપલબ્ધ ગ્રંથો અને વાસ્તુવિદ્યા વિષયક ગ્રંથોમાં ભયના મતના ઉલેખથી એટલું તો અવશ્ય સિદ્ધ થઈ જાય છે કે મય નામ કે ઉપનામ ધારી કોઈ આચાર્ય તે અવશ્ય થઈ ગયા છે. પછી તેમના સમય વિષે ભલે અનિશ્ચિતતા હોય. આજે વિદ્વાનોને એક ઠીક ઠીક મોટો વર્ગ રામ અને કૃષ્ણને ઐતિહાસિક વ્યક્તિઓ માને છે ત્યારે તેમના જ સમકાલીન, અનેક ગ્રંથના રચયિતા અને સુંદર અતીતમાં ઠેઠ અમેરિકા સુધી પહોંચી જઈને ભારતીય સંસ્કૃતિની કીર્તિગાથા ફેલાવનાર આચાર્ય મયને અતિહાસિક વ્યક્તિ ન માનવાનું કોઈ વાજબી કારણ રહેતું નથી. પાદટીપ ૧. પ્રભાશંકર સેમપુરા (સંપા.), દીપાર્ણવ, પાલીતાણુ, ૧૯૬૦, પૃ. ૩૦ ૨. રાજેન્દ્ર શમાં સંપાદિત, નેવાજત “સકુન્તલા નાટક મંગલ પ્રકાશન, જયપુર, ૧૯૭૦, પૃ. ૧૫ ૩. મદ' હિ વિશ્વમ હૈ ઢાનવાનાં મહાવિ: | સભા. ૧/૫ ૪. તવીાિાના: સર્વસિદ્ધિવર્તઃ I સુa: માહ્ય વિમે: હ્યુસ્લીયરન્ન વૃદuતે: ૫. જન થામાં મય’નો અજુનના મિત્ર “મણિચૂડ વિદ્યાધર' તરીકે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, જેણે ક્ષણમાં દેખાય અને ક્ષણમાં ન દેખાય તેવી ભી તેવાળી' પાંડવસભાની રચના કરી હતી. ૬. મહાભારત, સભાપર્વ, ૩/૪ ૭. જુઓ, બ્રહ્મમુનિ પરિવ્રાજક સંપાદિત, બૃહદ્ધિમાનશાસ્ત્ર', નવી દિલ્હી, ૧૯૫૯, પૃ. ૧૦ [અનુસંધાન પ. ૧૧૧] ૯૨] [સામીપ્ય : ઑકટોબર, '૯૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 108