Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04 Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગદા અને વરુણને દેવદત્ત નામને શખ મેળવીને ભીમ-અજુનને ભેટ આપ્યાનું સભાપર્વ (૩/૧૮) જણાવે છે. મહાભારતના કર્ણપર્વ (અ. ૩૩/૩-૧૧) વગેરેમાં મય દ્વારા તારકાસુરના ત્રણ પુત્રો માટે બનાવવામાં આવેલાં ત્રણ અદભૂત નગરાત્રિપુર)નો ઉલ્લેખ છે. આ ત્રણ પર સંપૂણ ભૌતિક સુખ સગવડવાળાં, ઇચ્છાનુસાર સ્વયં ગતિ કરનારાં, યક્ષ-રાક્ષસ, નાગ આદિ જાતિઓ કે શસ્ત્રોથી નષ્ટ ન કરી શકાય તેવાં, બ્રહ્મવાદીઓના પાપના પ્રભાવથી મુક્ત, સુવર્ણરજત અને લેહધાતુમાંથી બનાવેલાં, ૧૦,૦૦૦ ચે. યોજના ક્ષેત્રફળવાળાં અને અમૃતજળથી યુક્ત વાવવાળાં હતાં. પૃથ્વી, આકાશ અને સ્વર્ગમાં ધૂમનારા આ ત્રણ પુર અમુક ચોક્કસ સંજોગોમાં અવકાશમાં જોડાઈ શકતાં હતાં. આ ત્રિપુર વૃત્તાંતમાંથી અતિશયોક્તિના સધળા અંશે ગાળી નાખીએ તો પણ અવકાશમાં સ્વછંદ ધૂમનારા, ત્રણ અવકાશી મથકે અને અમુક ચોક્કસ સંજોગોમાં તેમના અવકાશમાં પરસ્પર જોડાણ થવાની વિગત જોતાં મને વીસમી સદીના કેઈ મહાન અવકાશ વિજ્ઞાની સાથે સરખાવવાનું મન થયા વિના રહેતું નથી. મયના ગ્રંથ: શ્રી. બલરામ શ્રીવાસ્તવે મયરચિત નીચેના ગ્રંથો ઉલ્લેખ કર્યો છે. (૧) મય દીપિકા (૨) મય—મત (માયામત) (૩) મયમત પ્રતિષ્ઠાતંત્ર (૪) મયમત-શિલ્પશાસ્ત્રવિધાન (૫) મય શાસ્ત્ર (૬) મયશિલ્પ (૭) મય શિ૯૫શતક. આ ઉપરાંત શ્રી પ્રભાશંકર સોમપુરાએ (૧) વાસ્તુશાશ્વ (૨) મયવાસ્તુશાસ્ત્ર (૩) મયવસ્તુ (૪) મય શિલ્પશાસ્ત્ર જેવા ગ્રંથાનો ઉલ્લેખ કર્યો છે. શક્ય છે કે શીષ કાન્તરે આ ગ્રંથ કદાચ ભિન્ન ન પણ હોય. આ ઉપરાંત ભરદ્વાજકત “યંત્ર સર્વસ્વ'ના “વૈમાનિક પ્રકરણ પરની બધાયન વૃત્તિમાં મયરચિત “વિમાનચંદ્રિકા' ગામના વિમાનવિદ્યા વિષયક ગ્રંથને પણ ઉલલેખ પ્રાપ્ત થાય છે. શ્રી કૃષ્ણાજી વિનાયકનું માનવું છે કે ઉત્તર ભારતના વાસ્તુમ વિશ્વકર્માને પ્રમાણ માનીને લખાયા છે તો દક્ષિણ ભારતના ગ્રંથો મયસંહિતાને પ્રમાણ માનીને રચાયા છે. બહુસંહિતા, સૂત્રધાર મંડન જેવા અનેક ગ્રંથ “મયના મતને આદરપૂર્વક વારંવાર ઉદ્ધત કરે છે. મય અને મેકિસકે :- ભાગવત. પુ. (૫/૨૪/૩૧)માં નાગપ્રજાના નિવાસસ્થાન એવા “અતલ' નામના પાતાળમાં મયદાનવની સ્થિતિ દર્શાવાઈ છે. નાગરાજ તક્ષક સાથેની મયની મિત્રતાનો ઉલ્લેખ મહા, આદિ માં ખાંડવવનદહન પ્રસંગે પ્રસ્ત થાય છે. ભવિષ્યપુરાણ (અ. ૭૨/૫૭-૫૬)માં વિષ્ણએ નાગરાજ અન તને પાતાળ-રાજ્ય સેવા નિર્દેશ છે. પુરાણોના સ્પષ્ટ નિદેશોના આધારે નિશ્ચિત રીતે એવું વિધાન કરી શકાય કે પાતાળ (નાગ) લોક સાથે આર્યોને વ્યવહાર ચાલતો હતો. આ બધુ જોતાં મયદાનવના પાતાળલોક યા નાગલોકમાં નિવાસનું અનુમાન કરવાનું મુશ્કેલ નથી. આ સંદર્ભમાં પં. બલદેવ ઉપાધ્યાય૩ જણાવે છે કે મારી દૃષ્ટિએ પાતાળની ઓળખ સમગ્ર પશ્ચિમી ગળાધ સાથે કરી શકાય. મધ્ય અમેરિકાના મુખ્ય પ્રદેશ મૈકિસકેની પ્રાચીન સંસ્કૃતિ “યસંસ્કૃતિ' તરીકે વિખ્યાત છે. *, મય અસુરનાં નિર્માણ (ભારતમાં તે) કેવળ પુરાણોના વર્ચો વિષય છે. પરંતુ મંકિસકો દેશના મય લેકોનાં નિર્માણ આજે પણ વિદ્યમાન છે. મેંકિસકમાં આજે નાગપ્રજામાં આસ્તિક જાતિ છે, તેના અંતિમ શાસકનું નામ “અજટેક' (=અસ્તિક) હતું. આરિતક નામનો નાગરાજ જરકારૂનો પુત્ર છે અને મહાભારતમાં તેને ઉલેખ જનમેજયના ભાવિ સર્પયજ્ઞમાંથી તક્ષકને બચાવનાર તરીકે થયેલો છે. આમ પિંકોક નામને વિદ્વાન લખે છે તેમ અંગ્રેજ જાતિના આગમન અનુ-આર્યોના આદ્ય વાસ્તુશાસ્ત્રી મયદાનવ]. For Private and Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 108