Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુ-આર્યોના આદ્ય વાસ્તુશાસ્ત્રી મયદાનવ કાન્તિલાલ રા. દવે વાસ્તુદને અથર્વવેદના ઉપવેદ તરીકે પ્રાપ્ત થયેલી પ્રતિષ્ઠા અને વૈદિક સાહિત્યમાં મળતા વિશ્વકર્મા, ત્વષ્ટા, ઋક્ષ, અગત્ય અને વશિષ્ઠ વગેરે શિપી–સ્થપતિએના નામે લેખથી ભારતમાં આર્ય-શિલ્પ સ્થાપત્યની પરંપરા હજાર વર્ષ પુરાણી હોવાનું સિદ્ધ થાય છે. એથી યે પૂર્વે, હડપ્પા મોહે-જો-દડોના ઉતખનનમાંથી પ્રાપ્ત થયેલ સુવિકસિત નગર રચના અને કલાત્મક શિ૮૫–સ્થાપત્યના પુરાવાઓથી ભારતમાં પ્રાગૂ- કાળમાં સિદ્ધિના શિખરે પહોંચેલી દ્રવિડ અથવા અન્-આર્ય વાસ્તુવિદ્યાનો પણ પરિચય પ્રાપ્ત થાય છે. મય આ અન-આર્ય પ્રાચીન વાસ્તુવિદ્યાની પરંપરાના પ્રથિતયશ પ્રતિનિધિ છે. વેદોત્તરકાળમાં વિદ્યમાન મનાતા આચાર્ય મયનો ઉલ્લેખ વિશ્વકર્માની સાથે જ વેદત્તરકાલીન ગ્રંથોમાં આદરપૂર્વક થયેલો જોવા મળે છે. રામાયણ કિકિંધા (૫૧/૧૩), મહાભારત સભાપર્વ (૧/૪), મત્સ્ય પુરાણ (અ. ૧ર૯-૧૪૦), વાયુપુરાણ (૬૮/૧૪), ભાગવત પુરાણ (૫/૨૪), બૃહત્સંહિતા (અ. ૫૭) તથા માનસાર, સૂત્રધારમંડન વગેરે વાસ્તુવિદ્યાના ગ્રંથમાં તેમનાં જીવન અને કાર્યો વિષે અનેક ઉલેખ પ્રાપ્ત થાય છે. પારિવારિક વિગતો: મયદાનવના જન્મ અંગે પ્રાચીન સાહિત્યમાં વિવિધ મતે પ્રચલિત છે. માનસાર અનુસાર બ્રહ્માજીનાં ચાર મુખમાંથી ચાર શિપીઓનો પ્રાદુર્ભાવ થયો. તે પૈકી દક્ષિણ મુખમાંથી ભય ઉત્પન્ન થયા હતા. એક અન્ય મત મુજબ આર્યોના આદ્ય વાસ્તુશાસ્ત્રી વિશ્વકર્માના ચાર માનસપુત્રો પૈકી મય પણ એક હતા. વિવિધ પુરાણોમાં જણાવ્યા પ્રમાણે તેઓ બ્રહ્માસુત દક્ષ પ્રજાપતિની કાશ્યપને સમર્પિત કરાયેલી તેર કન્યાઓ પૈકી દનુ અને કાશ્યપથી ઉત્પન્ન થયા હતા. દનુ-કાશ્યપથી ઉત્પન્ન થયેલા દાનવવંશમાં મય ઉપરાંત શબર, તારક, વૃષપર્વા, સ્વર્ભાનુ, પુલોમા અને વિચિતિ વગેરેનાં નામો પણ ઉલ્લેખનીય છે. આચાર્ય ચતુરસેન શાસ્ત્રી મયને અસુર–ગુરુ શુક્રાચાર્યના પુત્ર ત્વષ્ટાના પુત્ર તરીકે ઓળખાવી વિશ્વકર્મા અને મને અભિન્ન માને છે. મહાભારત વગેરેમાં મય માટે સ્થપતિના ઉપાધિસૂચક “વિશ્વકર્મા’ શબ્દના પ્રયોગથી ૩ સંભવતઃ તેમને આવો ભ્રમ થયો હોવાનું જણાય છે, કારણ કે વિશ્વકર્મા તો આઠ વસુઓ પૈકીના એક પ્રભાસના પુત્ર અને ભૃગુ ઋષિના ભાણેજ તરીકે પ્રસિદ્ધ છે.* પુરાણમાં પ્રાપ્ત વિગત અનુસાર ઈન્દ્રને પણ પરેશાન કરનાર નમુચિ અને શુક્રાચાર્યની સંજીવની વિદ્યાના જોરે દ્ર-અશ્વિનૌને યુદ્ધમાં પડકારનાર વૃષપર્વ મયના ભાઈ હતા. હેમા અને રંભા નામની બે પત્નીએથી મને દુદુભિ નામનો પુત્ર અને ઉપદાનવી-મંદોદરી નામની બે પુત્રીઓની પ્રાપ્તિ થઈ હતી, જે પૈકી મંદોદરી રાક્ષસરાજ રાવણની સાથે પરણાવવામાં આવી હતી. રામાયણ (કિ. ૫૧/૧૩)માં પ્રાપ્ત ઉલ્લેખ અનુસાર મય શુક્રાચાર્યને શિષ્ય હતો અને તેમની પાસેથી તેણે વાસ્તુવિદ્યાનું જ્ઞાન અને વાસ્તુવિદ્યાનાં મહત્ત્વનાં ઉપકરણે પ્રાપ્ત કર્યા હતાં. બ્રહ્મપુરાણ અનુસાર છે પણ તેની પાસે બ્રાહ્મણવેશે જઈને મૈત્રીનું વરદાન માગ્યું હતું, જેને મયે સ્વીકાર કર્યો હતે. —* સંસ્કૃત વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર અન-આર્યોના આદ્ય વાસ્તુશાસ્ત્રી મયદાનવ] For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 108