________________
તરંગલોલા
૧૭૩
ત્યાં નિંદ્ય કર્મ કરનારા, રાની પશુઓના કાળ સમા વ્યાધોની, ચેતરફ જંગલથી ઢંકાયેલી એક વસાહત હતી. (૧૩૭૩), તેમની ઝૂંપડીના આંગણાને પ્રદેશ, ત્યાં આગળ સુકવવા મૂકેલાં લેહીનીંગળતાં માંસ, ચામડા અને ચરબીથી છ ાયેલા હોઈને સંધ્યાનો દેખાવ ધરી રહ્યા હતા. (૧૩૭૪). વ્યાધપત્નીઓ રાતી કામળીનાં ઓઢણું એાઢીને લોહીનીંગળતા કે સૂકા માંસને ભરીને જતી દીસતી હતી. (૧૩૭૫). ત્યાં વ્યાધપત્નઓ મેરપિંછથી શણગારેલું ઓઢણું ઓઢીને હાથીના દંકૂશળ સાંબેલા વડે ખેડવાનું કામ કરી રહી હતી. (૧૩૭૬).
વ્યાધ તરીકેને પૂર્વભવ
ત્યાં હું આની પહેલાંના ભાવમાં પ્રાણીઓને ઘાત કરનારો, હાથીને શિકારમાં કુશળ, માંસાહારી વ્યાધ તરીકે જન્મ્યા હતા. (૧૩૭૭). દરરોજ ધનુવિદ્યાને અભ્યાસ કરીને તેમાં નિપુણ બનેલા મેં પ્રબળ પ્રહાર કરવાની શક્તિ પ્રાપ્ત કરી. બાણાવળી તરીકે પ્રખ્યાત બને હું અમેઘકાંડ નામે જાણીતો હતો. (૧૩૭૮ ). મારો પિતા સિંહ પણ દઢપ્રહારી અને અચૂક લક્ષ્યવાળો હોઈને પિતાના કામે કરીને વિખ્યાત હતો. (૧૩૭૯). મારા પિતાને ઘણી વહાલી, વન્યવેશ ધારણ કરતી અટવીશ્રી નામે વ્યાધબાલા મારી માતા હતી. (૧૩૮૦).
જ્યારે હું પુખ્ત વયનો થયો અને એક જ બાણ છોડીને હાથીને પાડવા લાગે ત્યારે મને પિતાએ કહ્યું, “આપણો કુળધર્મ શો છે તે તું સાંભળ (૧૩૮૧) :
વ્યાધને કુળધમ
વ્યાના કેશ અને ઘરનું રક્ષણ કરનાર શ્વાનને અને બીજ પાડવાને સમર્થ એવા જૂથપતિ હાથીને તારે કદી મારો નહીં. (૧૩૮૨), બચ્ચાંની સારસંભાળ કરતી, પુત્ર સ્નેહથી પાંગળી અને વ્યાધથી ન ડરતી એવી હાથણીને પણ તારે મારવી નહીં. (૧૩૮૩ એકલું પડયું ન હોય, તેવું નાનું, ભોળું, દૂધમુર્ખ હાથીનું બચ્ચું પણ તારે મારવું નહીં—બચ્ચું આગળ જતાં મોટું થશે એવી ગણતરી રાખવી. (૧૩૮૪). કામવૃત્તિથી ઘેરાયેલી, બચ્ચાની જનની થનારી હાથણી જ્યારે ક્રીડારત હોય ત્યારે તેને હાથીથી વિખૂટી ન પાડવી. (૧૩૮૫). આ કુલધર્મનું તું પાલન કરજે. કુળધર્મને જે નષ્ટ કરે, તેના કુળની અવગતિ થાય. (૧૩૮૬). બેટા, બીજને વિનાશ ન કરતા અને કુળધર્મની સારી રીતે રક્ષા કરતો રહીને તું તારો ધંધે કરજે અને આ જ વાત તારાં સંતાનોને પણ કહેજે. (૧૩૮૭).
વ્યાધજીવન
એ પ્રમાણે હું બરાબર આચરણ કરતો, વ્યાધિને ધંધો કરતે, વન્ય પ્રાણીઓથી ભરેલા એ જંગલમાં શિકારથી ગુજારો કરવા લાગ્યો. (૧૩૮૮), ગેડે, જંગલી બળદ, હરણ, જંગલી પાડા, હાથી, ભૂંડ વગેરેને હું મારા. (૧૩૯૯). સમય જતાં વડીલોએ મને અમારી જ જાતની મનગમતી, સુંદર, સુરત સુખદા તરૂણી પરણવી. (૧૩૯૦). સ્તનયુગલથી