________________
તરંગલાલા
૧૯૨ તો એ પ્રકારને પુરુષાર્થ કરવા અને આજે જ, સેંકડો ગુણેવાળી, સર્વ દુઃખોને ભૂંસી નાખનારી એવી ઉગ્ર પ્રવ જયા લેવાની મારી ઈચ્છા છે.” (૧૫૧૧). પ્રવજ્યાગ્રહણઃ શ્રમજીવનની સાધના
એટલે તેણે મને સર્વ પ્રાણીઓને હિતકર, જરા અને મરણથી છોડાવનાર, પાંચ મહાવ્રત વગેરે ગુણેથી યુક્ત એવા ધર્મમાં સ્થાપિત કર્યો. (૧૫૧૨), પ્રત્યાખ્યાન, વિનય, સ્થાન અને ગમન સંબંધી પ્રતિક્રમણ અને ભાષ્ય-અભાષ્ય એ બધું ક્રમશઃ તેણે મને શીખવ્યું. (૧૫૧૩). સમય જતાં મેં મેક્ષમાર્ગનાં દ સે પાન રૂપ અને આચારના સ્તંભ રૂપ ઉત્તરાધ્યયનનાં છત્રીશય અધ્યયનોનું જ્ઞાન પૂરેપૂરું ગ્રહણ કર્યું. (૧પ૧૪). બ્રહ્મચર્યના રક્ષક સમાં આચારાંગનાં નવ અધ્યયનું અને બાકીનાં આચારા શ્રુતસ્કંધનું જ્ઞાન પણ ગ્રહણ કર્યું, (૧૫૧૫). એ પ્રમાણે નિર્વાગુ પડેચવાના ભાગ રૂપે સુવિહિત શાસ્ત્ર પ્રમાણેના આચારાંગનું જ્ઞાન મેં સાંગોપાંગ ગ્રહણ કર્યું. (૧૫૧૬). તે પછી મેં સૂત્રકૃતાંગ, સ્થાનાંગ અને સમવાયાંગ પૂરાં કર્યો અને બાકીનાં અંગ-પ્રવિષ્ટ કારિક શ્રુતનું પણ મેં ગ્રહણ કર્યું. (૧૫૧). બધા નયાનું નિરૂપણ કરતા, વિસ્તૃત નવ પૂર્વે મેં જાણ્યા, તથા બધાં દ્રવ્યોની ભાવ અને ગુણને લગતી વિશિષ્ટતા પણ હું સમજો.(૧૫૧૮). એ પ્રમાણે શ્રમણધર્મ આચરતાં અને પૃથ્વી પર વિહાર કરતાં, માન-અપમાન પ્રત્યે સમતા રાખીને મેં બારથી પણ વધુ વરસ વિતાવ્યાં. (૧૫૧૮) મારી શ્રદ્ધા સતત વૃદ્ધિ પામતી જાય છે, અને યથાશક્તિ હું સંયમ પાળતો રહું છું. આ પ્રમાણે ભાવિત ચિત્તો હું અત્યારે ઉત્તમ ધર્મની કામના કરી રહ્યો છું.” (૧૫ર૦).
વૈરાગ્ય તરંગવતી અને તેના પતિમાં વૈરાગ્યવૃત્તિને ઉદય
એ પ્રમાણે સાંભળીને, અમારું પૂર્વ વૃત્તાંત તેણે સંભારી આપ્યું તેથી, તે વેળા અમે ભગવેલું દુઃખ મને ફરી તાજુ થયું (૧પ૨૧). આંસુથી કંપતી લાંબી દષ્ટિએ અમે એકબીજા પ્રત્યે જોયું; “અરે ! આ તો પેલે જ માણસ,' એમ અમે તે વેળા તેને ઓળખ્યા : જાણે કે વિષનું અમૃત થઈ ગયું. (૧૫૨૨). જે એ રકમ હતો તો પણ આ માણસ સંયમી બની શક્યો, તો અમે પણ દુઃખને ક્ષય કરનારું તપ આચરવાને યોગ્ય છીએ. (૧૫૨૩). દુઃખના સ્મરણથી અમારું મન કામગમાંથી ઊઠી ગયું, અને અમે તે સમાધિયુક્ત શ્રમણના પગમાં પડવાં. (૧૫૨૪). પછી ઊભાં થઈ, મસ્તક પર અંજલિ રચીને અમે તે વેળાના બંધુ સમા, જીવિતદાન દેનાર શ્રમણને કહ્યું (૧૫ર ૫), તે વેળા આગલા ભવમાં