________________
૨૦કે
તરંગલેલા સ સ્વજનોએ લીધેલી વિદાય
શ્રેષ્ઠીએ પણ કહ્યું, “જેઓ સાચા ધર્મનો અને તપશ્ચર્યાનો અંગીકાર કરે છે, અનેક દુઃખોથી ભરેલા કુટુંબને ત્યજી દઈને નીકળી પડે છે, પ્રેમની બેડીઓમાંથી છૂટી જાય છે, રાગદ્વેષનું શમન કરી સુખદુઃખ પ્રત્યે સમભાવ કેળવીને ક્ષમાવાન મુનિ બને છે, પનીરૂપી કારાવાસના બંધનમાંથી મુક્ત થઈ જાય છે, માન અને ધનો ત્યાગ કરીને જિને ઉપદેશેલા ધમને આચરે છે, તેમને ધન્ય છે. (૧૬૦૦-૧૬૦૨). યથેચ્છ વિષયસુખ ભોગવવામાં અમારું ચિત્ત રાચતું હેઈને, મોહની બેડીઓમાં જકડાયેલા એવા અમે તે સંસારત્યાગ કરીને નીકળી જવાને અશક્ત છીએ.' (૧૬ ૦૩). ધર્મનું સાચું સ્વરૂપ જેને બરાબર વિદિત હતું તેવા છીએ તે વેળા તપ અને નિયમની વૃત્તિને તીવ્ર કરનારા આવાં આવાં અનેક વચનો કહ્યાં. (૧૬ ૦૪).
મારા સસરાની અને પિયરની સંબંધી સ્ત્રીઓ, જાણે કે અમે એક દેહ ત્યજીને બીજે દેહ ધારણ કરી રહ્યાં હોઈએ તેમ, શેકગ્રસ્ત હયે સદન કરવા લાગી. (૧૬ ૦૫). દુ:ખી થઈને અત્યંત કરુણ વિલાપ કરતાં રડી રહેલી એવી તે સ્ત્રીઓની (અથુવર્ષથી) તે ઉપવનની ભેય જાણે કે છંટાઈ ગઈ. (૧૬૦૬). તે પછી છેકી અને સાર્થવાહ સ્ત્રીઓ, મિત્રો, બાંધવો અને બાળબચ્ચાંને સાથે લઈને રડતાં રડતાં નગરીમાં પાછા ફર્યા. (૧૬ ૦૭). લોકેના કોલાહલ વચ્ચે, કુતૂહલથી જેનારાઓની ભીડમાં ઘેરાયેલા તે શ્રમણનાં દર્શન શ્રેણીની દષ્ટિ અમારી ઉપર મંડાયેલી હોઈને તેણે વિષાદપૂર્ણ ચિત્તે કર્યા હતાં (2) (૧૯૦૮). બીજા બધા સંબંધીઓ (?) પણ, અમે કરેલા છતી સમૃદ્ધિના ત્યાગથી વિસ્મિત થઈને, ધર્મ પ્રત્યેના અનુરાગથી રંગાઈને, જેમ આવ્યા હતા તેમ પાછા ગયા. (૧૬ ૦૯). સુવતા ગણિનીનું આગમન તરંગવતીની પણ
એ વેળા શ્રમણલમીથી યુક્ત, મૂર્તિમાન ક્ષમા સમી, એક ગુણવાન ગણિની તે શ્રમણને વંદવા આવી. (૧૬૧૬).. તપ, નિયમ અને જ્ઞાનથી પરિપૂર્ણ તે ગણિની આર્યા ચંદનાની શિખ્યા હતી. તેણે તે સુવિહિત શ્રમણ અને તેના પરિવારને વંદન કર્યા.(૧૬૧૧). શાસ્ત્રવિધિ જાણનાર તે શ્રમણે તે ગણિનીને કહ્યું, “હે પાપશમની શ્રમણ ! આ તારી શિષ્યા થાઓ.” (૧૬૧૨). એટલે તેણે માર્દવ ગુણના આચારણરૂપ, શ્રમણપણને ઉપકારરૂપ વિનયાચાર કરીને પોતાની સંમતિ દર્શાવી. (૧૬૧૩). પછી શ્રમણે મને કહ્યું, પાંચ મહાવ્રત ધારણ કરવાના દઢ વ્રતવાળી આ સુવ્રતા ગણિની તારી પ્રવર્તિની આર્યા છે, તો તેને વંદન કર.” (૧૬૧૪). એટલે મસ્તક પર હાથ જોડી, વિન્યથી મસ્તક નમાવી,