________________
તરંગલેલા
२०१ થતાં, યોગ્ય સમય માટે થંભ્યા વિના, પ્રવ્રયા લેવી જોઈએ, નહીં તે કાળ સહસા આયુષ્યનો અંત આણશે. (૧૫૮૬). એ પ્રમાણે પરમાર્થના અને નિશ્ચય નયના જાણકાર માટે, યતના વાળા માટે અને કશામાં પણ આસક્ત ન થનારને માટે મેક્ષપ્રાપ્તિ સરળ બને છે. (૧૫૮૭). વળી જે તમે કહો છો કે કેટલાંક વરસ કામગ ભોગવી લે, તે તેમાં વધે એ છે કે એકાએક આવી પડતા મરણને ભય જગત પર હંમેશાં તોળાયેલો છે; જગતમાં એવું કોઈ નથી, જે મૃત્યુના બળને રોકવાને સમર્થ હોય. માટે કાળ-અકાળને વિચાર કર્યા વિના જ તરત પ્રવજ્યા ગ્રહણ કરવી ઘટે.” (૧૫૮૮-૧૫૮૯).
સાથ વહે અનિચ્છાએ આપેલી અનુમતિ
આવાં આવાં વચનો કહીને સાર્થવાહપુત્રે તે વેળા માતાપિતાના તથા અન્ય સૌ સ્વજનેના વિરોધને વા. (૧૫૯૦). બચપણમાં સાથે ધૂળમાં રમેલા, વિવેકી (8) મિત્રોના વિરોધને પણ વારીને પ્રવજ્યા લેવા તત્પર બનેલા એવા તેણે તેમને નિરાશ કર્યા. (૧૫૯૧).
હે ગૃહરવામિની ! આ રીતે અમે બંને તપશ્ચરણ માટે નિશ્ચિત હોવા છતાં, તીવ્ર પુત્રસ્નેહને કારણે સાર્થવાહે અમને જવા દેવા ન ઈચ્છવું. (૧૫૯૨). એટલે અનેક લોકોએ તેને સમજાવ્યું, “ પ્રિયજનનો વિયોગ, જન્મમરણની અસહ્યતા વગેરે ભયથી ડરેલાં આ બંનેને તેમની ઈચ્છાનુસાર તપ આચરવા દે. (૧૫૯૩). જેમનું મન કાપભેગથી વિમુખ થઈ ગયું છે, અને જે તપશ્ચર્યા કરવા માટે ઉતાવળે થયો છે તેને અંતરાય કરનાર મિત્રરૂપે શત્રુનું જ કામ કરે છે.” (૧૫૯૪). આ પ્રમાણે લેકેનાં વચનોનો કોલાહલ સાંભળીને સાથે વાહે અનિચ્છાએ અમને પ્રજ્યા લેવાની અનુમતિ આપી. (૧૫૯૫). હાથ જોડીને તેણે અમને કહ્યું, “ વિવિધ નિયમ અને ઉપવાસને લીધે કઠિન એવા શ્રમધર્મનું તમે સફળતાથી નિર્વહન કરજો. (૧૫૯૬). જન્મમરણરૂપ તરંગવાળા, અનેક યુનિમાં ભ્રમણ કરવારૂપ વમળાવાળા, આઠ પ્રકારના કર્મસહરૂ૫ મલિન જળસમૂહવાળા, પ્રિયજનના વિગે કરાતા વિલાપરૂ૫ ગર્જનવાળા, રાગરૂપ મગરોથી ઘેરાયેલા વિશાળ સંસાર સમુદ્રને તમે તરી જાઓ તેવું કરો.” (૧૫૭-૧૫૯૮). એ પ્રમાણે કહીને, નગરમાં પાછા ફરવા ઇચ્છતા ગુણવાન સાર્થવાહ...પગમાં પાડવા. (૧૫૯૯).