________________
તરંગલા
૧૯પ
સેવકોના હાથમાં બધાં અભૂષણ આપતાં અમે કહ્યું, “આ લે અને અમારા માતપિતાને કહેજે કે અનેક જન્મોમાં પરિભ્રમણ કરવાથી ઉદ્વિગ્ન બનેલાં, દુઃખથી ભયભીત બનેલાં
એવાં તે બંનેએ શ્રમણજીવનનો અંગીકાર કર્યો છે. (૧૫૪૦-૪૧) વળી તેમના પ્રત્યેના વિનયમાં અમે જે કાંઈ ધૂળ કે સુમિ દોષ કર્યો હોય, મદમાં કે પ્રમાદમાં અમે જે કાંઈ ન કરવાનું કદી પણ કર્યું હોય તે બધાની ક્ષમા કરજો.” (૧૫૪૨). આ સાંભળીને પરિજનોએ સહસા દુઃખથી બૂમરાણ કરી મૂકવું. પરિજન સહિત નાટક કરનારી દેડી આવી. (૧૫૪૩). અમે જે કરવાને ઉદ્યત થયાં છીએ તે સાંભળીને તેઓ મારા પ્રિયતમના પગમાં પડીને કહેવા લાગી, “હે નાથ ! અમને અનાથ છોડી જશો નહી.” (૧૫૪૪). હે ગૃહસ્વામિને ! મારા પ્રિયતમનાં પગમાં પડીને તેમણે તેમની અલકલટ પરથી ખરી પડેલા પુપપુંજ વડે જાણે કે તેને પ્રસન્ન કરવા માટે બલિકર્મ કર્યું. (૧૫૪૫). “અનાયાસ કીડાઓ અને સ્વેચ્છાપ્રાપ્ત મનમાન્યાં સુતસુખો તને સર્વદા સુલભ છે. (૧૫૪૬). તારા આવાસમાં અમને જો કે કદી રતિસુખનો લાભ નથી મળતો, તે પણ અમે તને અમારાં નેથી સદાયે જોવાને ઈચ્છીએ છીએ. (૧૫૪૭). જે પ્રફુલ કુમુદ સમ વેત છે, અને કુમુદની શોભારૂપ છે તે પૂર્ણ કળા યુક્ત મંડળવાળા નિર્મળ ચંદ્ર, અસ્પૃશ્ય હોવા છતાં, કોને પ્રીતિદાયક ન લાગે ?” (૧૫૪૮).
કેશલેચ ? વતગ્રહ
આવાં આવાં કરુણ વિલાપવચને બોલીને તે સ્ત્રીઓએ પ્રિયતમની તપશ્ચર્યાના વિષયમાં વિન ઊભું કરવા માંડ્યું. (૧૫૪૯). પરંતુ મનને વિક્ષિપ્ત કરનારું તે કરણવિલાપનું વિઘ પ્રિયતમ ગણુકવું નહીં. ભેગ પ્રત્યે વિરક્ત બનેલા, પરલેકનું સુખ પ્રાપ્ત કરાવનારા ધર્મમાં અનુરક્ત બનેલા, વૈરાગ્યવૃત્તિવાળા અને પ્રવજ્યા લેવાનો નિશ્ચયવાળા તેણે, કેશને અવગણીને, પિતાના પુષ્પમિશ્રિત કેશને લેચ કર્યો. (૧૫૫૦-૧૫૧૧). હું પણ પિતાની મેળે કેશનો લેચ કરીને મારા પ્રિયતમની સાથે તે શ્રમણનાં ચરણમાં પડી અને બેલી, “મને દુઃખમાંથી મુક્તિ અપાવો.” (૧૫૫૨). એટલે તેણે યથાવિધિ અમને એકમાત્ર સામાયિક વ્રત આપ્યું, જેનું આચરણું (3) સાતિમાં દેરી જાય છે. (૧૫૫૩). તે અમને પ્રાણિવધ, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગથી તથા રાત્રીભાજનથી વિરમવાના નિયમ પણ આપ્યા. (૧૫:૪). જન્મમરણનો વેગ બનતા શરીરમાં બંધાઈ ન રહેવા છતાં એવાં અમે તપશ્ચર્યા ની લાલસાથી આઠ ઉત્તરગુણનું પણ ગ્રહણ કર્યું. (૧૫૫૫),