________________
તરંગલોલા
૧૭
સમી ઉર, વારાણસી નામની નગરી હતી. (૧૪૨૧) ત્યાંના માની તેમ જ વિનયી વેપારીઓમાં પ્રત્યેક એક કરોડ . માલની લેવેચ કરી શકે તેટલો સમર્થ હતો. (૧૪૨૨). ત્યાંના રાજમાર્ગો પરનાં ભવને એટલાં ઉત્તુંગ હતાં કે સૂર્ય જ્યારે આકાશતલમાં વચ્ચે વચ્ચે રહેલાં બકરાંમાં પ્રવેશતો ત્યારે જ તે ભૂમિનું દર્શન કરી શકતો. (૧૪૨૩). ત્યાં હું સુયશ એ નામે જન્મ. મેક્રમે હું લેખન વગેરે વિવિધ કળાઓ શીખ્યો. (૧૪૨૪).
ધૂતનું વ્યસન
અપકીર્તિના કારણ, લેકના વ્યસનરૂપ, સર્વ દોષ સાથે સંકળાયેલા એવા ઘતનો હું વ્યસની હતો. (૧૪ર ૫). કપટી, ઉગ્ર, અસાધુ, લાભને લોભી, સર્વ સદ્ગુણથી વંચિત એવા લેકે આ વિનાશકારી વ્યસન સેવે છે. (૧૪૫૬).
મૃગતૃષ્ણા સમા એ ઘતના વ્યસને ઘેરાયેલે હું કુળ પરંપરાની ઉકા સમી ચોરી પણ કરવા લાગ્યા. (૧૪૨૭). ખાતર પાડીને ઘરફોડ ચોરી કરવી, પ્રવાસીઓનો વધ કરીને તેમને લૂંટી લેવા વગેરે અપરાધને કારણે સ્વજનોને હું તિરરકારપાત્ર બન્યો. (૧૪૨૮) ઘનને વ્યસની હોવાથી પારકું ધન હરી લેવાની વૃત્તિ પણ ઉદ્ભવી. લેમરૂપી ભૂતના આવાસ સો હું રાત આખી હાથમાં તલવાર લઈને રખડવા લાગ્યો. (૧૪ર૯). નગરીને ત્યાગ ચાર પહલીને આક્રય
આખી નગરીમાં મારા અપરાધોથી સૌ જાણીતા થઈ ગયા. આથી આત્મરક્ષણ મુશ્કેલ બનતાં વિંધ્ય પર્વતની આડશમાં આવેલી ખારિકા નામની અટવીનો મેં આશ્રય લીધે. (૧૪૩૦). તે સેંકડો પક્ષીગણોના શરણ રૂપ, પશુઓ, પક્ષીઓ અને ચરોના સમૂહના વાસસ્થાન સમી, અને અનેક પ્રકારનાં વૃક્ષસમૂહોના ગીપણાને લીધે ગાઢ અંધકારવાળી હતી. (૧૪૩૧). ત્યાં વિંધ્યની પહાડીથી ઢંકાયેલી, એક જ વિકટ પ્રવેશદ્વાર વાળી સિંહગુહી નામની મોટી પલ્લીમાં મેં વસવાટ કર્યો. (૧૪૩૨). વેપારીઓ અને સાથીને લુંટનારા, પરધનને હરનારા અને અનેક દુકમ કરનારા પરાક્રમી ચોરનો ત્યાં અ હતો. (૧૪૩૩. તેઓ અનેક પ્રકારે કાને ઠગતા, ધન પડાવી લેવાના અનેક ઉપાયો અને રાતના જાણકાર હતા અને તદ્દન ધમ તથા અનુકંપા વિનાના હતા. (૧૪૩૪). તેમાં કેટલાક શુરવીરો એવા હતા જે બ્રાહ્મણો. શ્રમણો, સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધ અને દુર્બળ લેકેને ન વતાવતા, પણ વીરપુરુષો સાથે જ બાથ ભીડતા. (૧૪૩૫). સેંકડો લડાઈઓમાં