________________
તરંગલા
અને તે પશ્ચિમ સમુદ્રમાં સંધ્યા સમયે કેસરી રંગે ઢળી પડતા મુકુમવરણ સૂર્ય સમે જળસપાટી પર પડયો. (૧૪૦૬). શરપ્રહારે જેને પ્રાણ જતો રહ્યો છે તેવા તે ચક્રવાકને જ અનુસરતી, શોકની પીડાથી આર્ત અને વ્યાકુળ ચક્રવાકી નીચે પડેલાં ચક્રવાકની પાસે આવી લાગી. (૧૪૦૭) અરેરે ! ધિક્કાર છે મેં આ જોડીને સંહાર કર્યો–એ પ્રમાણે હું દુઃખી થઈ ગયો અને હાથે ધુણાવતો તે દશ્ય જોઈ રહ્યો. (૧૪૦૮). પેલે હાથી ચાલ્યો જતાં, મેં દયા અને અનુકંપાથી પ્રેરાઈને તરત જ તે પક્ષીને ત્યાં કાંઠા પર અગ્નિદાહ દીધો. (૧૪૦૯).
ચક્રવાકીનું અને વ્યાજનું અનુસરણ
પેલી ચક્રવાકીએ પિતાના સહયર પ્રત્યેના અનુરાગથી પ્રેરાઈને ચકકર લગાવી તે ચિતાના અગ્નિમાં ઝંપલાવ્યું. અને ઘડીકમાં તો તે બળી મરી. (૧૪૧૦). તેને આવી ગતિ પામેલી જોઈને મારું દુઃખ વધુ ઘનિષ્ટ થયું અરેરે ! મેં આ ભલા ચક્રવાકમિથુનને કાં વિનાશ કર્યો ? (૧૪૧૧). હું વિચારવા લાગ્યા, “અરેરે ! અનેક પૂર્વપુરુષોએ જેનું રક્ષણ કર્યું છે તે અમારા કુળધર્મ, પરંપરા અને વંશની કીર્તિને અને વચનને મેં દુષ્ટતાથી કેમ વિનાશ કર્યો ? (૧૪૧૨). નિર્લજ્જ બનીને જે પુરુષે પિતાને હાથે જ પિતાના કુળધર્મને નષ્ટ કર્યો હોય, તેની લોકો જુગુપ્સા કરે છે. (૧૪૧૩)...... હવે મારે જીવીને શું કરવું છે?એ પ્રમાણે જાણે કે કૃતાંત મારી બુદ્ધિને પ્રેરતો હોય તેવા વિચાર મને આવ્યા. (૧૪૧૪). એટલે ચક્રવાકની ચિતા માટે જે પુષ્કળ ઈધણ આણીને મેં સળગાવેલ તે આગમાં હું પણ પડીને એક ઘડીમાં બળી ભ. (૧૪૧૫). મારા કુળધર્મ અને વ્રતના રક્ષણ માટે સર્વ પ્રકારે સંયત અને તત્પર એવો હું જાતની નિંદા,જુગુપ્સા, ગહણ કરતા, સંવેગભર્યા ચિરો અને ધર્મશ્રદ્ધાથી વિશુદ્ધ ચિત્તપરિણામળો, આત્મહત્યા કરવા છતાં નરકે ન ગયો. (૧૪૧૪-૧૪૧૭).
શ્રીમંત કુળમાં વ્યાપને પુનર્જન્મ
તે પછી હું ગંગા નદીના ઉત્તર તટે ધાન્ય અને સ્વજનોથી સમૃદ્ધ એવા શ્રીમંત વેપારીના કુળમાં જન્મ્યા (૧૪૧૮). કિસાનોથી ભરપુર કાશી નામના રમણીય દેશમાં જે કુળમાં હું જન્મે ત્યાં સર્વોત્તમ ગુણે વિખ્યાત ઉત્સવ ઉજવાય. (૧૪૧૯). તે દેશનાં મનોરમ કમળસાવરો, ઉદ્યાન અને દેવમંદિરો જોવામાં વ્યસ્ત બની જતા પ્રવાસીઓની ગતિ મંદ બની જતી. (૧૪૨૦). ત્યાં સાગર પત્ની ગંગા વડે જેના કોટનું રક્ષણ કરાતું હતું તેવી, દ્વારકા