________________
૧૪
સમાધિ સાધના
ज्ञानिन् भयं भवेत् कस्मात् प्राप्ते मृत्युमहोत्सवे । स्वरूपस्थः पुरं याति देही देहांतरस्थितिम् ॥ ३॥
હે જ્ઞાની, જ્ઞાનવાન આત્મન, મૃત્યુરૂપ મહાન ઉત્સવ પ્રાપ્ત થયેા તા હવે તેમાં ભય કેમ કરો છે ? કારણ કે દેહી એટલે આત્માસ્વરૂપસ્થ એટલે પોતાના જ્ઞાનદર્શન ચારિત્રરૂપ સ્વભાવમય સ્વરૂપમાં સ્થિર રહીને ખીજા દેહ પ્રત્યે ગમન કરે છે તે તેમાં ભયના હેતુ થા છે?
જેમ કોઈ જીર્ણ ગ્રૂ`પડીને તજીને નવીન ભવ્ય મહેલને પામે તે તે સમયને મોટા ઉત્સવરૂપ ગણે છે તેવી રીતે આ આત્મા પોતાના આત્મામાં વૃત્તિની સ્થિતિ કરી જીર્ણ દેહરૂપ ઝૂંપડીને ત્યાગી નવીન દિવ્ય દેહરૂપ મહેલ પ્રાપ્ત કરવા જાય છે તે એક મોટા ઉત્સવ છે. એમાં કોઇ પ્રકારની હાનિ તેા છે જ નહીં. તે પછી ભય શા માટે કરવા ઘટે? જો ભયાદિ વડે પેાતાના જ્ઞાનસ્વભાવને મૂકી પરમાં મમતા કરી મરણ પામશે। તે અધગતિમાં પરિભ્રમણ વૃદ્ધિ કરશે. માટે આ મલિન દેહને ત્યાગી ઉજ્જવળ દેતુને પામવા એ મોટા મહાત્સવનું કારણ ગણી ભય માત્રને ત્યાગ કરો અને મૃત્યુને મહાત્સવ ગણી આત્મશ્રેય સાધા.
सुदत्तं प्राप्यते यस्मात् दृश्यते पूर्वसत्तमैः । भुज्यते स्वर्भवं सौख्यं मृत्युभीतिः कुतः सताम् ॥४॥
પૂર્વે થઈ ગયેલા મહા જ્ઞાની પુરુષ એમ દર્શાવે છે કે જો મૃત્યુ દ્વારા દાનાદિ સત્કર્મોનું ફળ મળે છે અને સ્વર્ગનાં સુખા ભાગવાય છે તે સત્પુરુષોને મરણના ભય કેમ હાય ?