Book Title: Samadhi Sadhna
Author(s): Ravjibhai C Desai
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૦૬
સમાધિ-સાધના ૨૦. અહો ! અહો ! શ્રી સદગુરુ ! સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯ ભાસ્યું નિજસ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ અજર, અમર, અવિનાશી ને દેહાતીત સ્વરૂપ. ૧૨૦ કર્તા ભોક્તા કર્મને, વિભાવ વર્ત જ્યાંય; વૃત્તિ વહી નિજભાવમાં, થયા અકર્તા ત્યાંય. ૧૨૧ અથવા નિજ પરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ કર્તા લેતા તેહને, નિર્વિકલ્પ સ્વરૂપ. ૧૨ મેક્ષ કહ્યા નિજશુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. ૧૨૩ અહો! અહા! શ્રી સદ્ગુરુ કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! ! ઉપકાર. ૧૨૪ શું પ્રભુ ચરણ કને ધરુ, આત્માથી સૌ હન, તે તે પ્રભુએ આપિયે વતું ચરણાધીન. ૧૨૫ આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ દાસ હું દાસ છું. તેહ પ્રભુને દીન. ૧૨૬ વટું સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યું આપ; મ્યાન થકી તરવારવત્ , એ ઉપકાર અમાપ. ૧૨૭ જે સ્વરૂપ સમજ્યા વિના. પાયે દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું. શ્રી ગુરુ ભગવંત. ૧૨૮ પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૧૨૯ દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાનીનાં ચરણમાં, હો વંદન અગણિત. ૧૩૦
-શ્રીમદ્ રાજચંદ્ર

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344