Book Title: Samadhi Sadhna
Author(s): Ravjibhai C Desai
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 325
________________ ૩૦૪ સમાધિ–સાધના ૧૬ વેદનીયાદિ ચાર કમેં વર્તે જહાં, ખળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો, તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પુણે ટિયે દૈહિક પાત્ર જો. અપૂર્વે ૧૭ મન વચન કાયા ને કર્મની વર્ગા, છૂટે જહાં સકલ પુદ્ગલ સંબંધ જો, એવું અયાગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. ૧૮ એક પરમાણુમાત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડાલસ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજપરૂપ જે. અપૂર્વ ૧૯ પૂર્વે પ્રયાગાદિ કારણના યાગથી, અપૂર્વ ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદિ અનંત અનંત સમાધિસુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ ૨૦ જે પ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રીભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગાચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ એહ પરમપદપ્રાપ્તિનું કર્યું ઘ્યાન મેં, ગજા વગર ને હાલ મનેરથરૂપ જો; તે પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. અપૂર્વ ★ —શ્રીમદ્ રાજચંદ્ર ૨૧

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344