________________
૧૧૮
સમાધિ-સાધના
આ દુઃખથી પરિપૂર્ણ આ સંસાર જાણીને સર્વ પ્રકારે ઉદ્યમ કરીને મેહને છેડીને હે ભવ્યો ! તે આત્મસ્વભાવનું ધ્યાન કરે કે જેથી સંસારભ્રમણને નાશ થાય.
નારા છંદ અનંત સૌખ્ય નામ દુ:ખ ત્યાં રહી ન મિત્રતા !
અનંત દુ:ખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં, વિચિત્રતા ! ઉઘાડ ન્યાય-નેત્ર ને નિહાળ રે ! નિહાળ તું;
નિવૃત્તિ શામેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું.
જેમાં એકાંત અને અનંત સુખનાં તરંગ ઊછળે છે તેવાં શીલ, જ્ઞાનને માત્ર નામના દુઃખથી કંટાળી જઈને મિત્રરૂપે ન માનતાં તેમાં અભાવ કરે છે અને કેવળ અનંત દુઃખમય એવાં જે સંસારનાં નામમાત્ર સુખ તેમાં તારે પરિપૂર્ણ પ્રેમ છે એ કેવી વિચિત્રતા છે! અહે ચેતન ! હવે તું તારા ન્યાયરૂપી નેત્રને ઉઘાડીને નિહાળી રે ! નિહાળ!!! નિહાળીને શીઘ્રમેવ નિવૃત્તિ એટલે મહા વૈરાગ્યને ધારણ કર, અને મિથ્યા કામગની પ્રવૃત્તિને બાળી દે !
૪. એકવ ભાવના આ મારે આત્મા એકલે છે. તે એકલે આવ્યો છે, એકલે જશેપિતાનાં કરેલાં કર્મ એકલે ભેગવશે એમ ચિંતવવું તે એથી એકત્વ ભાવના.
જીવ એકલે પુણ્યસંચય કરે છે. અને તેના ફળરૂપ દેવગતિનાં સુખને એકલે ભેગવે છે. એકલે કર્મની નિર્જરા કરે છે અને તે એળે જ મોક્ષ પામે છે. જીવને ધર્મ જ દેવલેક અને સર્વ દુઃખના નાશરૂપ મેક્ષ આપે છે.