________________
સમાધિ-સાધના
૨૧૧ જે દુઃખના કારણરૂપ આ પાંચે ઈદ્રિયના વિષયને ત્યાગ કરે તે સુખ પર્વત જેટલું થઈ જાય છે અને સંસારસાગર ટીપા જેટલે અલ્પ થઈ જાય છે.
આ આત્માને ધ્યાનમાં મગ્ન થઈને પ્રતિદિન જે. જોઈએ. જ્યારે ધ્યાન ન બને કે ચિત્ત ચંચળ થાય ત્યારે પહેલાં ધ્યાન સમયમાં જે આત્માનાં દર્શન કર્યા છે તેનું સ્મરણ કરતાં મૌનથી રહેવું જોઈએ.
શરીરને નગ્ન કરવું એ દેહ નિર્વાણ છે. શરીરની અંદર સ્થિત આત્માને શરીરરૂપી કેથળાથી અલગ કરીને દેખ તે આત્મનિર્વાણ છે.
જ્યાં સુધી આ આત્માને બદ્ધરૂપે જુએ છે ત્યાં સુધી આ આત્મા બદ્ધ જ છે. જ્યારથી એ આત્માને શુદ્ધ રૂપમાં જેવા માંડે છે ત્યારથી તે મેક્ષમાર્ગને પથિક છે.
પિતાના આત્માને અલ્પ સમજનાર પિતે અલ્પ છે. પિતાના આત્માને શ્રેષ્ઠ સમજીને આદર કરનાર અલ્પ નથી. તે જ્ઞાની સમાન લેકપૂજિત છે એ શ્રદ્ધા કરે.
વાયુવેગે જનાર આ ચિત્તને આત્મમાર્ગમાં સ્થિર કરવું, એ ઘેર તપશ્ચર્યા છે, ઉગ્ર તપશ્ચર્યા છે, શ્રેષ્ઠ તપશ્ચર્યા છે
વિવેકયુક્ત થઈ, ચિત્તને દબાવીને આત્મસાક્ષીથી અંદર જેવું. અંતર્મુખવૃત્તિ કરવી. આત્મા છે. એ જ મેક્ષ પદ્ધતિ છે. એ જ મેક્ષ સંપત્તિ છે. વિશેષ શું? એ જ મેક્ષ છે. એમ વિશ્વાસ કરે.
હે ભવ્ય! સમસ્ત તોમાં આ આત્મતત્ત્વ પ્રધાન છે. તેનાં દર્શન થતાં અન્ય વિકલ્પ હૃદયમાં ઉત્પન્ન થતા નથી.